ડ્રગ્સ કેસ/ શું ફરી જેલમાં વિતશે આર્યન ખાનની રાત કે મળશે જામીન? કોર્ટમાં સુનાવણી શરૂ

મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસના આરોપી આર્યન ખાનની જામીન પર આજે ફરી સુનાવણી શરૂ થઈ છે. બોમ્બે હાઈકોર્ટ આ મામલે સુનાવણી કરી રહી છે.

Top Stories Entertainment
આર્યન ખાનની

મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસના આરોપી આર્યન ખાનની જામીન પર આજે ફરી સુનાવણી શરૂ થઈ છે. બોમ્બે હાઈકોર્ટ આ મામલે સુનાવણી કરી રહી છે. કોર્ટે ગઈકાલે એટલે કે મંગળવારે પણ આ કેસની સુનાવણી કરી હતી, પરંતુ આર્યન ખાનને કોઈ રાહત મળી ન હતી. આર્યન ખાનના વકીલ અમિત દેસાઈ કોર્ટમાં આર્યનની તરફેણમાં દલીલો રજૂ કરી રહ્યા છે. દેસાઈનું કહેવું છે કે આર્યન પાસેથી ન તો ડ્રગ્સ મળી આવ્યું છે કે ન તો તેની મેડિકલ ટ્રીટમેન્ટ કરવામાં આવી છે, જે સાબિત કરે છે કે તેણે ડ્રગ્સ લીધું છે.

આ પણ વાંચો :શું ડિસેમ્બરમાં લગ્ન કરશે વિકી કૌશલ અને કેટરિના કૈફ ? સબ્યસાચી ડિઝાઈન કરી રહ્યા છે આઉટફિટ

અરબાઝ મર્ચન્ટની તરફેણમાં એડવોકેટ અમિત દેસાઈ દલીલો કરી રહ્યા છે. તેણે કહ્યું કે અરબાઝની ધરપકડ કરવાની કોઈ જરૂર નથી. તેમની ગેરકાયદેસર ધરપકડ કરવામાં આવી છે. દેસાઈએ વધુમાં કહ્યું કે અરબાઝની ધરપકડ સમયે કલમ 27A અને 29નો કોઈ ઉલ્લેખ નથી. અરબાઝના વકીલે કહ્યું કે અધિકારીની ફરજ ધરપકડને પ્રભાવિત કરવાની નથી. તેમણે કહ્યું કે જ્યારે કોઈ ષડયંત્ર નથી તો ધરપકડની શું મતલબ છે?

આજે ત્રણ વાગ્યે સુનાવણી શરુ થઈ તે પહેલા આર્યનના વકીલ કોર્ટમાં પહોંચ્યા હતા. તેમણે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે તેઓ એનસીબીના દરેક આક્ષેપનો જવાબ આપવાની પૂરી તૈયારી કરીને આવ્યા છે. શાહરુખની મેનેજર કેસ અને સાક્ષીઓને પ્રભાવિત કરવાના પ્રયાસ કરી રહી છે તેવા એનસીબીના દાવાનો આર્યનના પક્ષે શું જવાબ અપાશે તે અંગે તેમણે જણાવ્યું હતું કે, તેઓ કોર્ટ સમક્ષ આજે ચાર નવા મુદ્દા રજૂ કરવાના છે. જોકે, તેની વિગતો મીડિયા સમક્ષ આપવાનો તેમણે ઈનકાર કર્યો હતો.

આ પણ વાંચો :એક્ટિંગ પછી રાજનીતિમાં ફેમસ થવા માટે તૈયાર કામ્યા પંજાબી, આ પાર્ટીમાં થશે શામેલ

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે આર્યન ખાનના વકીલે દાવો કર્યો હતો કે તેની પાસેથી ડ્રગ્સ મળ્યું નથી, તેણે ડ્રગ્સ લીધું હોય તેવા કોઈ પુરાવા નથી છતાંય તેની ખોટી રીતે ધરપકડ કરીને તેને જેલમાં રાખવામાં આવ્યો છે. આર્યન ખાનની અનન્યા સાથેની ચેટ અંગે પણ એવી દલીલ થઈ હતી કે ત્રણ વર્ષ જૂની ચેટને હાલની ઘટના સાથે કશુંય લાગે વળગતું નથી.

આ પણ વાંચો :સફેદ દાઢી… ઘરના કપડાં… લટેસ્ટ ફોટોને લઈને ચર્ચામાં આમિર ખાન, ઉંમરને લઈને થયો ટ્રોલ

આપને જણાવી દઈએ કે, શાહરૂખ ખાન અને તેમનો પરિવાર આર્યનની ધરપકડથી ખૂબ જ પરેશાન થઇ ગયા છે, શાહરૂખ ખાન ના તો ઠીકથી ખાઇ રહ્યા છે, ના તો સૂઇ રહ્યા છે. આ ઉપરાંત ગૌરી ખાને તો આર્યન ઘરે ન આવે ત્યાં સુધી મન્નતમાં મિઠાઇ ન બને તેનો પણ ઓર્ડર આપી દીધો હતો. શાહરૂખ અને ગૌરી દિવસ રાત આર્યન માટે પ્રાર્થના કરી રહ્યા છે.

આ પણ વાંચો :અમિતાભ બચ્ચનના બંગલામાં ઘૂસ્યું ચામાચીડિયા, ડરી ગયો છે બચ્ચન પરિવાર! બિગ બીએ કહ્યું- બધી યુક્તિઓ અજમાવી, કંઈક નવું હોય તો કહો….

આ પણ વાંચો :તેણે તેના બોસની પુત્રીને કેવી રીતે પ્રભાવિત કરી? પ્રપોઝ કરતી વખતે કહ્યું- મારે લગ્ન કરવા છે પણ..