Not Set/ અદાણી પોર્ટથી ઝડપાયેલ 3000KG ડ્રગ મામલે મોટો ઘટસ્ફોટ, દુબઈથી અપાયો હતો હવાલો અને…

21 સપ્ટેમ્બરે અફઘાનિસ્તાનથી ટેલ્કમ પાવડરમાં છુપાવીને ઈરાન મારફતે  મુન્દ્રા આવેલા બંદરે પકડાયેલા ૩,૦૦૦ કિલો હેરોઈનમાંથી ૧૦૦૦ કિલો હેરોઈન પંજાબના લુધિયાણા આવવાનું હતું,

Top Stories Gujarat Others
દ્વારકા 2 અદાણી પોર્ટથી ઝડપાયેલ 3000KG ડ્રગ મામલે મોટો ઘટસ્ફોટ, દુબઈથી અપાયો હતો હવાલો અને...
  • મુન્દ્રાના 3 હજાર કિલો ડ્રગ્સ કાંડ મામલો
  • ડ્રગ્સ કાંડ મામલે નવો ઘટસ્ફોટ
  • દુબઇથી કરવામાં આવ્યો હતો હવાલો
  • ડ્રગ્સ વિતરણનું સંચાલન થાઇલેન્ડથી કરાતું હતુ
  • પંજાબના લુધિયાનામાં પણ જવાનું હતું ડ્રગ્સ

કચ્છમાંથી ઝડપાયેલા મુન્દ્રા ડ્રગ્સ કેસમાં નિત નવા રહસ્યો સામે આવી રહ્યા છે. અફઘાનિસ્તાનથી મુન્દ્રા બંદરે આવેલા જહાજમાંથી મળી આવેલા 3000 કિલોગ્રામ ડ્રગ  મામલે નવા ધડાકા સામે આવી રહ્યા છે.

સામે આવેલી વગતો અનુસાર આ 3000 કિલોગ્રામ ડ્રગ નો હવાલો દુબઈથી આપવામાં આવ્યો હતો. અને તેના વિતરણને લગતું  સંચાલન થાઈલેન્ડ થી કરવામાં આવી રહ્યું હતું. મુન્દ્રા બંદરે આવેલ જથ્થામાંથી 1 હજાર કિલો ડ્રગ્સ પંજાબના લુધિયાણા જવાનું હોવાનો ઘટસ્ફોટ થયો છે.પંજાબ પોલીસની તપાસમાં ગાંધીધામથી અમૃતસર અને મુન્દ્રા સુધીની ડ્રગ્સ કડી ખુલવા પામી છે.ડ્રગ્સ કેસમાં દુબઇથી હવાલો અપાતો હોવાનો પણ ખુલાસો થયો છે.

ઉલ્લેખનીય છે કે, ગત 21 સપ્ટેમ્બરે અફઘાનિસ્તાનથી ટેલ્કમ પાવડરમાં છુપાવીને ઈરાન મારફતે  મુન્દ્રા આવેલા બંદરે પકડાયેલા ૩,૦૦૦ કિલો હેરોઈનમાંથી ૧૦૦૦ કિલો હેરોઈન પંજાબના લુધિયાણા આવવાનું હતું, જે સાહનેવાલ ડ્રાયપોર્ટ ખાતે કન્ટેનર દ્વારા લાવવાનું હતું. તો બાકીના એક એક હજાર કિલોને અહી થી સંભવિત રીતે ઓસ્ટ્રેલિયા અને મલેશિયા મોકલવાનું હોવાનું તપાસમાં બહાર આવ્યું હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે.આ જથ્થામાંથી એક હજાર કિલો પંજાબના ઉદ્યોગપતિને મળવાનો હોવાનો પણ ઘટસ્ફોટ થયો હતો.પંજાબ પોલીસની તપાસમાં આ ખુલાસાઓ સામે આવી રહ્યા છે.

દિવાળી 2021 / દ્વારકાધીશ ના જગત મંદિર ખાતે ઉજવાશે દિપોત્સવ ઉત્સવ

Technology / તમારા Facebook ફોટા અને વીડિયોને આ રીતે Google Photos પર ટ્રાન્સફર કરો, અહીં સરળ પ્રક્રિયા જાણો

Technology / ભૂતપૂર્વ ફેસબુક કર્મચારીનો નવો ખુલાસો: કંપનીના ટ્રેડ ટૂલમાંથી થાય છે માનવ તસ્કરી

Technology / ફેસબુક: બે લાખ વપરાશકર્તાઓ પર એક મોડરેટર, કંપનીના આંતરિક દસ્તાવેજોમાંથી ખુલાસો