Not Set/ પદ્માવતી’નું ટ્રેલર થયું રીલિઝ

સંજયલીલા ભણસાલી દ્વારા નિર્મિત અને અત્યાર સુધીની સૌથી બહુચર્ચિત ફિલ્મ ‘પદ્માવતી’નું ટ્રેલર રીલિઝ થઇ ચૂક્યું છે. આ ફિલ્મનું ટ્રેલર સોમવારે બપોરે રીલિઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ, રણવીર સિંહ અને શાહિદ કપૂર લીડ રોલમાં જોવા મળશે. ટ્રેલરની વાત કરીએ તો ફિલ્મના ફર્સ્ટ લૂકની માફક જ ફિલ્મની પહેલી ઝલક પણ ખૂબ જ ધમાકેદાર છે. રણવીર […]

Top Stories Entertainment

સંજયલીલા ભણસાલી દ્વારા નિર્મિત અને અત્યાર સુધીની સૌથી બહુચર્ચિત ફિલ્મ ‘પદ્માવતી’નું ટ્રેલર રીલિઝ થઇ ચૂક્યું છે. આ ફિલ્મનું ટ્રેલર સોમવારે બપોરે રીલિઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ, રણવીર સિંહ અને શાહિદ કપૂર લીડ રોલમાં જોવા મળશે.

ટ્રેલરની વાત કરીએ તો ફિલ્મના ફર્સ્ટ લૂકની માફક જ ફિલ્મની પહેલી ઝલક પણ ખૂબ જ ધમાકેદાર છે. રણવીર સિંહની એક્ટિંગ આ ફિલ્મમાં પણ તમારું મન જીતી લેશે એ વાત ચોક્કસ છે. રાણી પદ્માવતીના અવતારમાં દીપિકા મોહક લાગી રહી છે જયારે પ્રતાપી રાજાના રોલમાં શાહિદ કપૂર પણ ફિટ બેસે છે. ફિલ્મના આ ટ્રેલરમાં ખાસ ડાયલોગ સાંભળવા નથી મળે, પરંતુ ત્રણેય લીડ એક્ટર્સના હાવભાવ જ ઘણું કહી જાય છે. ફિલ્મનું મ્યૂઝિક ઘણું ધમાકેદાર જોવા મળી રહ્યું છે, નોંધનીય છે કે ફિલ્મનું મ્યૂઝિક સંજય લીલા ભણસાલીએ જ આપ્યું છે.

ટ્રેલરની શરૂઆતમાં દીપિકા પાદુકોણેની એન્ટ્રી દેખાશે. રાણી પદમાવતિની લુકમાં દીપિકાના રાજપૂતાના અંદાજમાં જોવા મળી રહી છે. જયારે શાહીદ કપૂર પણ એક સન્માનિત અને શાલીન રાજાની લુકમાં પોતાની ભૂમિકામાં રાવલ રત્ન સિંહ સાથે ન્યાય કરતા જોવા મળી રહ્યો છે. ટ્રેલર માં રણવીરનું આ પ્રકારનું, લુક અને દેખાવ આ પહેલાં ક્યારેય કોઈ ફિલ્મ જવો નહિ મળ્યું હોય. તે દીવાનગી સાથે આ પાત્ર રજૂ કરવામાં આવ્યું છે.