Breaking News/ વર્લ્ડ કપ પછી ભારતીય ટીમ માટે મોટા સમાચાર… રાહુલ દ્રવિડની જગ્યાએ ગૌતમ ગંભીર નવા બન્યા હેડ કોચ

ભારતીય ટીમના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરને નવી જવાબદારી મળી છે. તેઓ ભારતીય ટીમનો મુખ્ય કોચ બની ગયા છે.

Top Stories Breaking News Sports

Gautam Gambhir Appointed new head coach: ભારતીય ટીમના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરને નવી જવાબદારી મળી છે. તેઓ ભારતીય ટીમનો મુખ્ય કોચ બની ગયા છે. તેમણે રાહુલ દ્રવિડની જગ્યા લીધી છે. નવા મુખ્ય કોચ તરીકે ગંભીરની નિમણૂકની જાહેરાત ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહ દ્વારા કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ T20 વર્લ્ડ કપ 2024 બાદ સમાપ્ત થઈ ગયો છે. દ્રવિડે T20 વર્લ્ડ કપ 2021 બાદ મુખ્ય કોચનું પદ સંભાળ્યું હતું. જો કે તેમનો કાર્યકાળ માત્ર ODI વર્લ્ડ કપ 2023 સુધીનો હતો, પરંતુ BCCIએ તેને લંબાવી દીધો હતો.

દ્રવિડનો કાર્યકાળ પૂરો થવાના સમાચારની સાથે જ ગૌતમ ગંભીરના મુખ્ય કોચ બનવાના સમાચારો પણ વહેતા થયા હતા. હવે જય શાહે આને મંજૂરી આપી છે. હાલમાં ભારતીય ટીમ શુભમન ગીલની કેપ્ટનશીપમાં ઝિમ્બાબ્વે પ્રવાસ પર છે. આ પછી તે શ્રીલંકા પ્રવાસ પર જશે. જ્યાં ગંભીર ચાર્જ સંભાળશે.

IPL 2024 પહેલા જ ગંભીર કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)નો મેન્ટર બની ગયો હતો. આ પછી તેણે પોતાની મેન્ટરશિપ હેઠળ KKR ટીમને ચેમ્પિયન પણ બનાવી. મુખ્ય કોચ પદ માટે અરજી કરનાર ગંભીર એકમાત્ર ઉમેદવાર હતો. કોચ પદ માટેના ઈન્ટરવ્યુ પહેલા તેઓ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને મળ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મહેન્દ્રસિંહ ધોનીએ ઉજવ્યો જન્મદિવસ! જુઓ કેક કાપતી વખતે સલમાન ખાનને શું કહ્યું….

આ પણ વાંચો: ટીમ ઇન્ડિયા વર્લ્ડ ચેમ્પિયન બન્યા પછી તેની પ્રથમ મેચ હારી

આ પણ વાંચો: આજથી ભારત સામે ઝિમ્બાબ્વેની પાંચ T20 સિરિઝ મેચ શરૂ, ક્યારે અને કઈ રીતે લાઈવ જોઈ શકશો…