Gandhinagar News/ બગદાણા સેવક હુમલા કેસ: કોળી સમાજના નેતાઓએ ન્યાય માટે CM સમક્ષ રજૂઆત

બગદાણા કેસમાં નવનીત બાલધિયા પર થયેલા હુમલા (Assault)ને લઈને કોળી સમાજના નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા. SIT દ્વારા ન્યાયિક તપાસ કરવાની માગ સાથે કેબિનેટ મંત્રી અને સાંસદ-ધારાસભ્યો હાજર રહ્યા.

Top Stories Gandhinagar Gujarat
Assault

Bagdana Assault Case : બગદાણાના નવનીત બાલધિયા પર 29 ડિસેમ્બર, 2025ના રાત્રિના દરમિયાન આઠ શખ્સોએ હુમલો કર્યો હતો, હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા નવનીત બાલધિયાએ પોતાના પર થયેલા હુમલાની પાછળ લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરનું ષડયંત્ર હોવાનું આક્ષેપ કર્યો છે. તેઓ પોલીસની તપાસ પર પણ સવાલો ઉઠાવી રહ્યા છે.

હુમલા (Assault)ના મામલે CM સાથે રજૂઆત

1 જાન્યુઆરી, 2026ના રોજ ઇજાગ્રસ્ત યુવકની મુલાકાત માટે રાજુલાના ધારાસભ્ય ગયા હતા, અને તેમણે આ મામલે મુખ્યમંત્રી અને હર્ષ સંઘવીને રજૂઆત કરવાનો નિર્ણય કર્યો. આજે 5 જાન્યુઆરીના દિવસે, કોળી સમાજના ધારાસભ્યો અને સાંસદ સભ્ય ગાંધીનગર પરસોત્તમ સોલંકીના નિવાસસ્થાને આવ્યા અને CMને મળ્યા. મુલાકાત દરમિયાન તેમણે SIT દ્વારા આ કેસની ન્યાયિક તપાસ કરાવવાની માંગ કરી.

રાજકીય નેતાઓ હાજર

મુખ્યમંત્રીને રજૂઆત કરવા આવેલા નેતાઓમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, ભાવનગરના સાંસદ નિમુબેન બાંભણિયા, રાજુલાના ધારાસભ્ય હિરા સોલંકી, જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા, સુરેન્દ્રનગરના સાંસદ ચંદુ સિહોરા અને આર.સી. મકવાણા હાજર રહ્યા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભાવનગર: બગદાણા વિવાદમાં પીડિત યુવકના સમર્થનમાં વધુ એક ધારાસભ્ય મેદાને

આ પણ વાંચો: ભાવનગર: અસામાજિક તત્વોના હુમલાને લઇ કોળી સમાજ મેદાને,બગદાણા PIની બદલી કરાઈ

આ પણ વાંચો: મહુવાના બગદાણા ગામે બાળકો જીવના જોખમે આંગણવાડીમાં ભણવા મજબૂર