Bhavnagar News/ ભાવનગર: બગદાણા વિવાદમાં પીડિત યુવકના સમર્થનમાં વધુ એક ધારાસભ્ય મેદાને

Bagdana Controversy માં પીડિત યુવકને ન્યાય અપાવવાના મુદ્દે રાજકીય ગરમાવો દિવસેને દિવસે વધી રહ્યો છે

Gujarat Others
Bagdana Controversy

Bhavnagar News : ભાવનગર જિલ્લાના બગદાણા વિવાદે (Bagdana Controversy) હવે ગંભીર રાજકીય વળાંક લીધો છે. પીડિત યુવકને ન્યાય અપાવવાના મુદ્દે રાજકીય ગરમાવો દિવસેને દિવસે વધી રહ્યો છે. અગાઉ કેટલાક નેતાઓ અને સંગઠનો દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો હતો, ત્યારબાદ હવે ગારીયાધારના ધારાસભ્ય  સુધીર વાઘાણી પણ ખુલ્લેઆમ પીડિત યુવકના સમર્થનમાં આવ્યા છે.

ધારાસભ્ય સુધીર વાઘાણીએ હનુમાન હોસ્પિટલ ખાતે જઈ પીડિત યુવકની મુલાકાત લીધી હતી. હોસ્પિટલમાં તેમણે યુવકની સારવાર, તેની હાલત અને સમગ્ર ઘટનાની વિગતો અંગે પરિવારજનો સાથે ચર્ચા કરી હતી. મુલાકાત બાદ ધારાસભ્ય વાઘાણીએ મીડિયાને સંબોધતાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, “આ ઘટનામાં જે કોઈ પણ ચમરબંધી, પ્રભાવશાળી કે રાજકીય પીઠબળ ધરાવતી વ્યક્તિ સંડોવાયેલી હશે, તેની સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવી જ પડશે.”

તેમણે કહ્યું કે આ મામલો માત્ર એક વ્યક્તિનો નહીં, પરંતુ સમાજના ન્યાય અને કાયદાની વિશ્વસનીયતાનો પ્રશ્ન છે. જો આવા બનાવોમાં દોષિતોને બચાવવાનો પ્રયાસ કરવામાં આવશે, તો તે સામાન્ય નાગરિકોમાં ભય અને અવિશ્વાસ ફેલાવશે. તેથી સરકાર અને વહીવટીતંત્રએ કોઈ પણ દબાણમાં આવ્યા વગર બગદાણા વિવાદ મામલે સખ્ત પગલાં લેવા જોઈએ.

Bagdana Controversy મામલે ધારાસભ્યો સોમવારે ગાંધીનગર જઈ મુખ્યમંત્રીને રૂબરૂ રજૂઆત કરશે

ધારાસભ્ય સુધીર વાઘાણીએ વધુમાં જણાવ્યું કે, આ મુદ્દે તમામ સંવેદનશીલ ધારાસભ્યો સોમવારે ગાંધીનગર જઈ મુખ્યમંત્રીને રૂબરૂ રજૂઆત કરશે. તેઓ મુખ્યમંત્રી સમક્ષ સમગ્ર ઘટનાની વિગત રજૂ કરીને દોષિતો સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ કરશે. “પીડિત યુવકને સંપૂર્ણ ન્યાય મળે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને, તે માટે સરકારની સ્પષ્ટ અને કડક કાર્યવાહી જરૂરી છે,” તેમ તેમણે ઉમેર્યું.

બગદાણા વિવાદ (Bagdana Controversy)ને લઈને હવે રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા તેજ બની છે. એક તરફ પીડિતને ન્યાય અપાવવાની માંગ ઉઠી રહી છે, તો બીજી તરફ વહીવટીતંત્ર પર દબાણ પણ વધી રહ્યું છે. સ્થાનિક લોકો અને સામાજિક સંગઠનો પણ આ મુદ્દે નજર રાખી રહ્યા છે અને ન્યાયની માંગ સાથે અવાજ ઉઠાવી રહ્યા છે.

હાલ બગદાણા વિવાદ (Bagdana Controversy) મામલે આગામી દિવસોમાં શું પગલાં લેવાશે અને સરકાર શું નિર્ણય કરશે, તેના પર સૌની નજર ટકી છે. બગદાણા વિવાદ હવે માત્ર સ્થાનિક ઘટના ન રહી, પરંતુ રાજ્ય સ્તરે ચર્ચાનો વિષય બની ગયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: હળવદના રણછોડ ગામે જંગલી ભૂંડનો ખેડૂત પર જીવલેણ હુમલો, માંડ માંડ જીવ બચ્યો

આ પણ વાંચો:રાજકોટમાં યુવકની હત્યા મામલે સમાજનાં લોકો દ્વારા કરાયો ચક્કાજામ

આ પણ વાંચો: ભાવનગર બગદાણા મારામારી કેસમાં નવો વળાંક, સુરતની મહિલાનો નવનીત બાલદીયા પર ગંભીર આરોપ