ગુજરાત/ હળવદના રણછોડ ગામે જંગલી ભૂંડનો ખેડૂત પર જીવલેણ હુમલો, માંડ માંડ જીવ બચ્યો

હળવદ પંથકમાં આવેલા ખેતરો-વાડીઓમાં જંગલી ભૂંડનો ખુબ જ ત્રાસ છે.જેમાં જંગલી ભૂંડ ગમે ત્યારે આવી ચડે અને પાકનો બગાડ કરવાની સાથે ખેડૂતો ઉપર હુમલા કરવાના બનાવો પણ સામે આવ્યા છે.

Gujarat Others
જંગલી ભૂંડ

@બલદેવ ભરવાડ 

હળવદના રણછોડગઢ ગામે જંગલી ભૂંડએ ખેડૂત પર જીવલેણ હુમલો કર્યો હતો.જેમાં તલના પાકમાં જંગલી ભૂંડનું ઝુંડ પ્રવેશી જતા આ ભૂંડને ભગાડવા જતા ભૂંડે સામો પ્રહાર કર્યો હતો.જેમાં ખેડૂત ગંભીર રીતે ધવાયા હતા અને ખેડૂતનો માંડ માંડ જીવ બચ્યો હતો.

હળવદ પંથકમાં આવેલા ખેતરો-વાડીઓમાં જંગલી ભૂંડનો ખુબ જ ત્રાસ છે.જેમાં જંગલી ભૂંડ ગમે ત્યારે આવી ચડે અને પાકનો બગાડ કરવાની સાથે ખેડૂતો ઉપર હુમલા કરવાના બનાવો પણ સામે આવ્યા છે. ત્યારે હળવદના રણછોડગઢ ગામે રહેતા મહાદેવભાઈ રાઘવજીભાઈ પાટડીયા(કોળી) નામના ખેડૂત ગઈકાલે પોતાના ખેતરે ખેતી કામ કરતા હતા.તે વખતે તલના પાકમાં જંગલી ભૂંડનું ઝુંડ ઘુસી જતા આ પાકનો બગાડ ન થાય તે માટે ખેડૂતે આ જંગલી ભૂંડના ઝુંડને ભગડવાનો પ્રયાસ કરતા ઉશ્કેરાયેલા જંગલી ભૂંડ સીધા જ ખેડૂત ઉપર ત્રાટકયા હતા અને ખેડૂત પર જીવલેણ હુમલો કરી દીધો હતો.જેમાં ભૂંડે ખેડૂતને બટાકા ભરી ચુથી નાખતા ગંભીર રીતે ધવાયા હતા.આથી તેમણે તાકીદે હળવદની શ્રીજી હોસ્પિટલમાં ખસેડાયા હતા.જ્યાં ખેડુતને ગંભીર ઇજા હોય તેમના છાતીના ભાંગે નવ અને પગમાં ચાર ટાંકા લેવા પડ્યા હતા.

વધુમાં ખેડૂત મહાદેવભાઈએ જણાવ્યું હતું કે,જંગલી ભૂંડે ગઈકાલે તેમના પર હુમલો કર્યા બાદ બચવા માટે થોડે પણ દૂર જાય તો તરત જ બીજા ભૂંડ હુમલો કરી દેતા એથી આ હુમલામાં તેઓ માંડ માંડ બચ્યા છે.જો કે તેમનો દીકરો ખેતરમા જ હતો પણ થોડો દૂર હોય તે બચી ગયો હતો. આથી તેઓએ અન્ય ખેડૂતોને જંગલી ભૂંડથી બહુજ સાવચેત રહેવાની સલાહ આપી છે.

આ પણ વાંચો:રાહુલ ગાંધીને મોદી સરનેમ કેસમાં સજા સંભળાવનાર સુરતના ચીફ જજનું પ્રમોશન સાથે રાજકોટમાં ટ્રાન્સફર

આ પણ વાંચો:મોજશોખ માટે મોબાઇલ સ્નેચિંગ અને બાઇક ચોરી કરતા પાંચ યુવકોની ધરપકડ

આ પણ વાંચો:ભાજપના વોર્ડ પ્રમુખે બાકી લાખો રૂપિયા ભાડું ન ચૂકવતા પાલિકાએ ફૂડ કોર્ટ સીલ કરી

આ પણ વાંચો:કલરવાળું અને દુર્ગંધ યુક્ત પાણી આવતું હોવાની ફરિયાદને લઈ જીપીસીબી એક્શનમાં, તાપી નદીના પાણીના લેવાયા સેમ્પલ

આ પણ વાંચો:અભ્યાસથી કંટાળી વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત