ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા ક્લાસ-1 અને ક્લાસ-2 ઓફિસરોની ભરતી માટેની પ્રિલીમ પરીક્ષા યોજવામાં આવી હતી. જેનું પરિણામ જાહેર થયું છે. જેમાં 4997 ઉમેદવારો ઉતીર્ણ થયા છે. આ ઉમેદવારો મુખ્ય પરીક્ષા આપી શકશે.
મળતી માહિતી મુજબ, જીપીએસસી દ્વારા ગુજરાત સિવિલ સર્વિસ, ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ અને મ્યુનિસિપલ ચીફ ઓફિસર સર્વિસની કુલ 294 જગ્યા માટે પ્રિલીમ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.
વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી મુજબ, પ્રિલીમ પરીક્ષામાં ઉતીર્ણ થનારા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા આપવા માટે અરજી પત્રક ભરવું પડશે, જેની જાહેરાત ટૂંક સમયમાં જ કરવામાં આવશે.
જણાવી દઈએ કે, જીપીએસસી દ્વારા ક્લાસ-1 અને ક્લાસ-2ની 294 જગ્યા માટે 21 ઓક્ટોબરે પ્રિલીમ પરીક્ષા યોજવામાં આવી હતી. 2 લાખ ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી.
