જજની બદલી/ રાહુલ ગાંધીને મોદી સરનેમ કેસમાં સજા સંભળાવનાર સુરતના ચીફ જજનું પ્રમોશન સાથે રાજકોટમાં ટ્રાન્સફર

રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં દોષિત ઠેરવી બે વર્ષની સજા કરનાર સુરતના ન્યાયાધીશ એચ.એસ. વર્માની પણ રાજકોટ બદલી કરવામાં આવી છે

Top Stories Gujarat Surat
મોદી સરનેમ

રાજ્યના કાયદા વિભાગ દ્વારા વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા ન્યાયાધીશોની બદલી કરવામાં આવી હતી. આ યાદીમાં રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં દોષિત ઠેરવી બે વર્ષની સજા કરનાર સુરતના ન્યાયાધીશ એચ.એસ. વર્માની પણ રાજકોટ બદલી કરવામાં આવી છે સિનિયર સિવિલ જજની 16માં એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે રાજકોટમાં બદલી કરવામાં આવી છે.

સુરતની ચીફ કોર્ટના જજ હરેશ હસમુખ વર્માની રાજકોટમાં બદલી કરવામાં આવી છે, ઉપરાંત સુરત લેબર કોર્ટના જજ નરેશ શાહની સુરેન્દ્ર નગર, સુરતના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ પરેશકુમાર પટેલની સુરત ખાતે બદલી કરવામાં આવી છે. જિલ્લા ન્યાયાધીશ તરીકે બદલી કરવામાં આવી છે.

સુરતના સ્મોલ કોઝ કોર્ટના બિંદુ અવસ્થીની કચ્છના અંજારમાં 10માં એડિ. ડિસ્ટ્રીક્ટ જજ તરીકે બદલી થઇ છે. જ્યારે બનાસકાંઠાથી કિશોરકુમાર હીરપરાને સુરતના એડિ. ડિસ્ટ્રીક્ટ જજ તરીકે ટ્રાન્સફરઅપાયુ છે. આ સાથે જ રાજ્યના કુલ 68 જજની બદલી કરાઇ છે.

રાહુલ ગાંધીને સજા વિરુદ્ધ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. જેના પર ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી. કોર્ટે રાહુલ ગાંધી કોઇ રાહત આપવાનો ઇન્કાર કરી દીધો હતો. ગુજરાત હાઈકોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અરજી પર વચગાળાના જામીન આપવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો. કોર્ટે બંન્ને પક્ષની દલિલો સાંભળ્યા બાદ કોઇ પણ રાહત આપી નહોતી. કોર્ટ દ્વારા પોતાનો ચુકાદો અનામત રાખી લીધો હતો. ઉનાળાનું વેકેશન શરૂ થઇ રહ્યું હોવાથી જજ દ્વારા ચુકાદો અનામત રાખી લેવાયો હતો. વેકેશન પુર્ણ થયા બાદ તેઓ ચુકાદો આપશે. જેથી એક પ્રકારે રાહુલ ગાંધીને કોઇ પણ પ્રકારની રાહત મળી નથી.

સુરતની કોર્ટે રાહુલ ગાંધીને આ માનહાનિના કેસમાં દોષી ઠેરવીને 2 વર્ષની સજા સંભળાવી હતી. જોકે, પછીથી ઉપરની કોર્ટમાં જવા માટે જામીન આપી દેવાયા હતા. મેજિસ્ટ્રેટ કોર્ટના આ ચુકાદાને રાહુલ ગાંધીએ સુરતની સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો અને સજા પર સ્ટે મૂકવાની માંગ કરી હતી. પરંતુ સેશન્સ કોર્ટે પણ રાહુલની આ અરજી ફગાવી દીધી હતી અને ટ્રાયલ કોર્ટનો ચુકાદો યથાવત રાખ્યો હતો.

સેશન્સ કોર્ટમાંથી રાહત ન મળ્યા બાદ રાહુલ ગાંધીએ ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા, જ્યાં હાલ કેસ ચાલી રહ્યો છે. તેમણે દોષસિદ્ધિ પર સ્ટે મૂકવા માટે માંગ કરી છે, જે અરજી પર બંને પક્ષે સુનાવણી 2 મે 2023ના રોજ પૂર્ણ કરી લેવામાં આવી હતી. કોર્ટે આ મામલે ચુકાદો અનામત રાખ્યો છે અને વેકેશન બાદ જૂન મહિનામાં નિર્ણય આપશે. ત્યાં સુધી રાહુલ ગાંધીને વચગાળાની રાહત આપવાનો કોર્ટે ઇનકાર કરી દીધો હતો.

આ પણ વાંચો:ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરી સારો ફાયદો અપાવવાની લાલચ આપી 65 લાખ પડાવનારા 3 સાયબર ક્રાઈમના હાથે ઝડપાયા

આ પણ વાંચો:સંતરામપુર પ્રાંત કચેરીના ઓપરેટર શૈલેષ પટેલને એ.સી.બી.ટીમે રૂ.૭૦ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપ્યો

આ પણ વાંચો:માનહાની કેસમાં રાહુલ ગાંધીને રાહત નહિ, હાઇકોર્ટે વચગાળાની રાહતની માંગને નકારી

આ પણ વાંચો:હવે પનીર પણ બનાવટી, આરોગ્ય વિભાગે 1,600 કિલો નકલી પનીર જપ્ત કર્યુ

આ પણ વાંચો:ચોરી કરીને ફકીરનો વેશ ધારણ કરી દરગાહમાં રહેતો ચોર સુરત ક્રાઈમ બ્રાન્ચના હાથ ઝડપાયો