@અમિત રૂપાપરા
સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગુજરાત તેમજ મહારાષ્ટ્રમાં વાહન ચોરી અને વાહનના કાચ તોડી તેમાંથી કીમતી મુદ્દામાલની ચોરી કરતા એક રીઢા આરોપીને પકડવામાં આવ્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી 31 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલ કાઢ્યો છે. આરોપી પાસેથી 4 મોબાઈલ, 2 કાર, 10 હાર્ડ ડિસ્ક, 11 પેન ડ્રાઈવ, 2 ફોરવીલની ચાવી સહિતનો મુદ્દા મારી જપ્ત કરવામાં આવ્યો છે.
સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા બાતમીના આધારે ચોક બજાર વિસ્તારમાંથી ગુજરાત તેમજ મહારાષ્ટ્રમાં વાહનચોરી તેમજ કારના કાચ તોડી કીમતી માલસામાનની ચોરી કરતા એક ગુનેગારને પકડી પાડવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે ચોક બજાર વિસ્તારમાં છટકુ ગોઠવીને આરોપી જુનેદ ઉર્ફે બાવા શેખની ધરપકડ કરી છે. આરોપી પાસેથી પોલીસ દ્વારા ચોરી કરવામાં આવેલી 2 કાર પણ કરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપીએ સુરતના 2, અમદાવાદના 1, વડોદરાના 1, વલસાડ જિલ્લાના 1 તેમજ મહારાષ્ટ્ર રાજ્યના 26 પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે.
પોલીસની પૂછપરછમાં સામે આવ્યું હતું કે આરોપીએ ગુજરાત તેમજ મહારાષ્ટ્રના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 5 ફોરવીલર કારની ચોરી કરી હતી. આરોપીએ 26 જેટલા કારના કાચ તોડી કારમાંથી લેપટોપ બેગ મોબાઈલ પરથી તથા રોકડા રૂપિયા તેમજ અન્ય સામાનની ચોરી કરી હતી. આરોપી સામે ગાંધીનગરના અડાલજ પોલીસ સ્ટેશનમાં 6 ગુના નોંધાયા છે. અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં 2, વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં 4 અને અમદાવાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં 1 ગુનો નોંધાયો છે. આ ઉપરાંત એક ગુનો મુંબઈના દાદર પોલીસ સ્ટેશનમાં એક ગુનો મુંબઈ ડીસીબી cid પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. તો એક ગુનામાં આરોપીને અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનથી ભુજ જેલમાં પાછામાં પણ મોકલવામાં આવ્યો હતો.
સુરત ક્રાઈમ બ્રાન્ચના હાથે પકડાયેલા આરોપીએ વર્ષ 2019-20માં મુંબઈના થાણેમાં યોજાયેલ નાઈટ મેરેથોન દરમિયાન 40 જેટલી કારના કાચ તોડ્યા હતા અને તેમાંથી લેપટોપ મોબાઈલ તેમજ રોકડા રૂપિયા સહિતના મુદ્દામાલની ચોરી કરી હતી. આરોપીની વધુ પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, તેને લેપટોપ તથા મોબાઈલ ફોન પોતાના સાગરીત રઇશખાન કે જે મુંબઈમાં રહે છે તેને વેચી નાખ્યા છે.
આરોપીની MO એવી હતી કે, તે મોર્નિંગ વોકમાં જે લોકો નીકળ્યા હોય તેના પર નજર રાખતો હતો અને કોઈ વ્યક્તિ કારની ચાવી ભૂલી ગયા હોય તો તે કારની ચોરી કરતો હતો. આ ઉપરાંત પાર્ક કરવામાં આવેલી કારનો કાચ સ્ક્રુ ડ્રાઇવરથી તોડી તેમાંથી લેપટોપ, મોબાઈલ અને રોકડા રૂપિયાની ચોરી કરતો હતો. આરોપી છેલ્લા ત્રણ વર્ષથી આ પ્રકારે ચોરીની ઘટનાને અંજામ આપી અલગ અલગ કારમાં સુઈ જતો હતો અને પોતાના ઘરે જતો ન હતો. આ ઉપરાંત કોઈ હોટલમાં પણ રોકાતો ન હતો. તો બીજી તરફ આરોપી ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન તથા કલકત્તાની અલગ અલગ દરગાહ ઉપર પણ આશ્રય લેતો હતો. તો પોતાની ઓળખ છુપાવવા માટે તે પોતાના વાળ તેમજ દાઢી મોટી કરીને ફકીર જેવો વેશ ધારણ કરતો હતો. પોલીસની તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આરોપી જુને દે ભૂતકાળમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર કાર ચડાવવાની કોશિશ કરી હતી.
આ પણ વાંચો:સુરતમાં એક જ દિવસમાં એક જ ઘરમાં 2 લોકોના હાર્ટ એટેકથી મોત
આ પણ વાંચો:પતિએ પત્નીને કરી વ્યાજખોરોના હવાલે, છૂટાછેડા બાદ મહિલાએ ખોલ્યું રાઝ…
આ પણ વાંચો:ઓવરફંડિંગ દ્વારા મિલકતનું મૂલ્ય ઊંચું બતાવી વધુ લોન અપાવવાનું કૌભાંડઃ બેન્કને ચોપડ્યો 31 કરોડનો ચૂનો
આ પણ વાંચો:સુરતમાં નકલી પોલીસ બનીને 1700 રૂપિયા પડાવનાર ઝડપાયો, 50 CCTV ફૂટેજ ચેટ કરી પોલીસે આરોપીને પકડ્યો
આ પણ વાંચો:સરકારની તિજોરીને 15,000 કરોડનો ફટકો મારતું GST ચોરીનું મોટું કૌભાંડ