સરકારી તિજોરીને 15,000 કરોડ રૂપિયાનો ફટકો મારતું જીએસટી ચોરીનું GST Scam સૌથી મોટું કૌભાંડ ગુજરાતમાં પ્રકાશમાં આવ્યું છે. તેના પગલે રાજ્ય સરકાર પણ હરકતમાં આવી ગઈ છે. આ કૌભાંડમાં મોટામાથાની સંડોવણીનો પ્રારંભિક અંદાજ હોવાથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પોતે જ તપાસના આદેશ આપ્યા છે. આ જોતા આ કૌભાંમાં આગળ જતાં નવા ફણગા ફૂટી શકે તેમ છે. આ કૌભાંડનો વ્યાપ ફક્ત એકાદ શહેર પૂરતો સીમિત નથી, પણ રાજ્યવ્યાપી કૌભાંડ છે.
આ કૌભાંડનો વ્યાપ ભાવનગર, સુરત, ધંધુકા અને ભરુચ સુધી ફેલાયેલો છે. GST Scam આમા ઘણા બધા સ્તરે હોવાની સંભાવના છે. આ ઉપરાંત આણંદ, ધોળકા , ધંધુકા અને ભરુચમાંથી પણ જીએસટીની મોટી ચોરી બહાર આવી છે. પોલીસ અને જીએસટી વિભાગ બંને મળીને આ કૌભાંડની તપાસ કરી રહ્યા છે. પોલીસની સાથે જીએસટી વિભાગને પણ અંદાજ આવી ગયો છે કે આટલું મોટું કૌભાંડ કોઈ નાના વ્યક્તિની સંડોવણીથી પાર ન પડે. તેમા ચોક્કસપણે કોઈ મોટું માથું સંડોવાયેલું છે અને તેઓએ તેની તપાસ પણ શરૂ કરી દીધી છે. આમ બધી દિશામાં પોલીસની ધમધમાટ શરૂ થઈ ગઈ છે.
સીએમ ભુપેન્દ્ર પટેલ પોતે આ તપાસ પર નજર રાખી રહ્યા છે. GST Scam તેઓ આગામી સપ્તાહે આ તપાસની સમીક્ષા બેઠક પણ કરશે. આ સિવાય આ કૌભાંડમાં ચાલતી તપાસની નિયમિત રીતે સમીક્ષા થતી રહે તેમ માનવામાં આવે છે. આ કૌભાંડ કરવાની ખાસિયત એવી છે કે તેમા અલગ-અલગ એમઓ બનાવીને તેને આચરવામાં આવ્યું છે. આના માટે આખી ફર્મ એટલે કે પેઢી જ ખોટી બનાવવામાં આવી છે અને ખોટા દસ્તાવેજનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેની સાથે ડિજિટલ ક્રેડિટ ચેઇનને રોકવા માટે સરકયુલર ટ્રેડિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ટર્નઓવર બતાવવા માટે પણ સરક્યુલર ટ્રેડિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બલ તથા આઇટીસી પાસ કરવા મટાે ખોટી કંપનીને સાચી બતાવવામાં આવી છે. આ કૌભાંડનો પ્રારંભ ભાવનકર સ્ક્રેપ બિઝનેસથી શરૂ થાય છે.
આ કૌભાંડમાં રાજ્યમાં અનેક શહેરોમાં એક સાથે તપાસ ચાલી રહી છે. GST Scam તેના છેડા અનેક સુધી પહોંચી શકે તેમ છે. સરકારનો દાવો છે કે કૌભાંડમાં સંડોવાયેલા ભલભલા ચમરબંધીને નહીં છોડવામાં આવે. જો કે તે તો હવે સરકાર પગલાં લેશે ત્યારે જ ખબર પડશે, પણ કયા મોટા માથાની સંડોવણી તેમાતી બહાર પડે છે તેના પર બધાની નજર છે.
આ પણ વાંચોઃ શિવસેના-ઉદ્ધવ ઠાકરે/ ઉદ્ધવ ઠાકરે જૂથને લાંબા સમય પછી રાહતઃ શિવસેનાની મિલકત ટ્રાન્સફરની અરજી ફગાવાઈ
આ પણ વાંચોઃ Politics/ ભાજપના ધારાસભ્યએ સોનિયા ગાંધીને કહ્યું ‘વિષકન્યા’, ગણાવ્યા પાકિસ્તાન અને ચીનના એજન્ટ
આ પણ વાંચોઃ Jiah Khan Case Verdict/ અભિનેત્રી જિયા ખાન આત્મહત્યા કેસમાં સૂરજ પંચોલી નિર્દોષ, 10 વર્ષ બાદ આવ્યો ચુકાદો