Suicide/ સુરતમાંથી સામે અનોખો કિસ્સો, માતાએ બહાર રમવાની ના પાડી તો બાળકે કર્યું એવું કે..

પૂના વિસ્તારની અયોધ્યા સોસાયટીનો રહેતો ચંદુ હીરપરા (14) આઠમા ધોરણનો વિદ્યાર્થી હતો. ચંદુ મંગળવારે સાંજે ઘરની બહાર રમી રહ્યો હતો. આ સમયે, માતાએ તેને ઠપકો આપ્યો અને તેને ઘરે રહેવાનું કહ્યું.

Gujarat Surat
a 29 સુરતમાંથી સામે અનોખો કિસ્સો, માતાએ બહાર રમવાની ના પાડી તો બાળકે કર્યું એવું કે..

સુરતના પુના વિસ્તારમાં મંગળવારે સાંજે 14 વર્ષીય સગીરને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બાળકે ફક્ત એ બાબતે પોતાનો જીવ આપી દીધો કેમ કે માતાએ તેને રમવા માટે ઘરની બહાર જવાની ના પાડી. બાળકે તેની માતાની સાડી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

આ પણ વાંચો : વરતેજ પેટ્રોલ પંપ નજીક ગમખ્વાર અકસ્માત, એકનું મોત

પૂના વિસ્તારની અયોધ્યા સોસાયટીનો રહેતો ચંદુ હીરપરા (14) આઠમા ધોરણનો વિદ્યાર્થી હતો. ચંદુ મંગળવારે સાંજે ઘરની બહાર રમી રહ્યો હતો. આ સમયે, માતાએ તેને ઠપકો આપ્યો અને તેને ઘરે રહેવાનું કહ્યું. ચંદુને આ નાનકડી બાબતે એટલું ખરાબ લાગ્યું કે તે સીધો સીધો રૂમમાં ગયો અને તેને ગળેફાંસો ખાઈ લીધો.

આ પણ વાંચો :અમદાવાદમાં વધ્યો ક્રાઈમ, કાગડાપીઠમાં નજીવી બાબતે યુવકની હત્યા કરાઈ

એક કલાક સુધી ચંદુ નીચે ન આવ્યો ત્યારે તેની માતાએ રૂમની બારીમાંથી ઉપર જોયું તો, તેનો મૃતદેહ લટકી રહ્યો હતો. રડતી માતાનો અવાજ સાંભળીને પડોશીઓ ઘરે દોડી આવ્યા હતા અને બાળકને નીચે ઉતાર્યો હતો. જો કે, ત્યાં સુધીમાં તે મરી ચુક્યો હતો.