Not Set/ અમદાવાદ/ SVP હોસ્પિટલના વધુ બે ડોકટરો કોરોના પોઝિટિવ, રેસિડેન્ટ ડોકટરોમાં ફફડાટ

અમદાવાદમાં કોરોના વાયરસે  કાળો કહેર મચાવ્યો છે. અમદાવાદમાં 2000 થી વધુ કોરોનાના કેસ નોધાઇ ચુક્યા છે. અમદાવાદ કમિશનર દ્વારા અમદવાદને વિવિધ ઝોનમાં વિભાજીત કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદનો એક પણ વોર્ડ ગ્રીન ઝોનમાં નથી આવ્યો. આખું અમદાવાદમાં 6 રેડ ઝોન અને બાકીના ઓરેન્જ ઝોનમાં તબદીલ થઇ ચુક્યા છે. ત્યારે કોરોનાના ફ્રન્ટ લાઈન વોરીયર્સમાં પણ કોરોનાનું […]

Ahmedabad Gujarat
678fcd0dc06dd8d44fbf20c9a6a3349e અમદાવાદ/ SVP હોસ્પિટલના વધુ બે ડોકટરો કોરોના પોઝિટિવ, રેસિડેન્ટ ડોકટરોમાં ફફડાટ
678fcd0dc06dd8d44fbf20c9a6a3349e અમદાવાદ/ SVP હોસ્પિટલના વધુ બે ડોકટરો કોરોના પોઝિટિવ, રેસિડેન્ટ ડોકટરોમાં ફફડાટ

અમદાવાદમાં કોરોના વાયરસે  કાળો કહેર મચાવ્યો છે. અમદાવાદમાં 2000 થી વધુ કોરોનાના કેસ નોધાઇ ચુક્યા છે. અમદાવાદ કમિશનર દ્વારા અમદવાદને વિવિધ ઝોનમાં વિભાજીત કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદનો એક પણ વોર્ડ ગ્રીન ઝોનમાં નથી આવ્યો. આખું અમદાવાદમાં 6 રેડ ઝોન અને બાકીના ઓરેન્જ ઝોનમાં તબદીલ થઇ ચુક્યા છે. ત્યારે કોરોનાના ફ્રન્ટ લાઈન વોરીયર્સમાં પણ કોરોનાનું પ્રમાણ વધી રહ્યું છે.

આજે અમદાવાદની SVP હોસ્પિટલના વધુ બે ડોકટરોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ડોકટરોને કોરોના પોઝિટિવ આવતા રેસિડેન્ટ ડોકટરોમાં ખળભળાટ મચી ગયો છે તમામ રિસડેન્ટ ડોકટરો 3 પોઝિટિવ ડોકટરોના સંપર્કમાં આવ્યા હતા જેથી ડોકટરો વોટ્સએપ ગ્રુપમાં કોરોના ટેસ્ટ કરાવવા અને કોરન્ટાઈન થવા પત્ર લખ્યો છે. સાથેજ સુપરિટેન્ડટને તાત્કાલિક રિપોર્ટ કરાવવાની અપીલ કરી છે. અગાઉ સંપર્કમાં આવેલા 8 રેસિડેન્ટ ડોકટરોને કોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.