Not Set/ કોરોના સંક્રમણ ઘટાડવા AMCનો નિર્ણય, રિવરફ્રન્ટ પર અનિશ્ચિતકાળ સુધી બંધ

કોરોના સંક્રમણ ઘટાડવા AMCનો નિર્ણય, રિવરફ્રન્ટ પર અનિશ્ચિતકાળ સુધી બંધ

Ahmedabad Top Stories Gujarat
1000 old currency 15 કોરોના સંક્રમણ ઘટાડવા AMCનો નિર્ણય, રિવરફ્રન્ટ પર અનિશ્ચિતકાળ સુધી બંધ

વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ-અમદાવાદ

ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસે હરણ ફાલ ભરી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ રાજ્યમાં કોરોના કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે. જેને પગેલ અમદાવાદ મનપા દ્વારા કોરોના સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

રાજ્યમાં ચૂંટણી સભાથી ફેલાયેલા કોરોનાને હવે સરકારી તંત્ર લોકો પર પ્રતિબંધ મુકીને નાથવાના પ્રયાસ હાથ ધરી રહી છે. પહેલા સભા-સરઘસ કાઢીને કોરોનાનું લોકાર્પણ કર્યું અને હવે લોકો ઉપર જ પ્રતિબંધ મૂકી કોરોના સામે લડી રહી છે.

શહેરમાં વધતા કોરોના કેસને લઇ અમદાવાદ મનપા દ્વારા અમદાવાદ રિવરફ્રન્ટના બાગ બગીચા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ રિવરફ્રન્ટ પર અનિશ્ચિતકાળ સુધી બંધ કરી દેવામાં આવ્યો છે.  તો સાથે ઉસ્માનપુરા, ફલાવર ગાર્ડન, ચિલ્ડ્રન પાર્ક પણ બંધ કરી દેવામાં આવ્યા છે. રિવરફ્રન્ટની તમામ એક્ટિવિટી બંધ કરાઈ છે.

રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને  પગલે  અમદાવાદ મનપાના આદેશ અનુસાર આવતી કાલ તારીખ 17 માર્ચથી  આગામી 31 માર્ચ સુધી રીવર ફ્રન્ટ ઈસ્ટ અને વેસ્ટ  બંધ રાખવામાં આવશે. જેમાં ખાસ કરીને રીવર ફ્રન્ટના વોક વે પર કોઈપણ વય્ક્તિ અવર જવર કરી શકશે નહિ. તેની તકેદારીના ભાગ રૂપે અમદાવાદ પોલીસને પણ નિયમનું પાલન કરાવવા માટે જવાબદારી સોપવામાં આવી છે.

રીવર ફ્રન્ટ માં કરવામાં આવતી સાયક્લીગ અને ગાર્ડન એરિયા પણ સંપૂર્ણ પાને બંધ રાખવાનો આદેશ જાહેર કરવામાં આવ્યા છે. જો કોઈ વ્યક્તિ આદેશ તો ભંગ કરશે તો માંનાપનાધિકારી અને પોલીસ દ્વારા દંડાત્મક  કર્યવાહી કરવામાં આવશે.

રીવર ફ્રન્ટમાં મુખ્ય રોડ વાહનોની અવરજવર માટે ચાલુ રાખવામાં આવ્યો છે. જેમાં સાયકલ ચાલક થી લઈને કાર  અને મોટા વાહનો પણ અવાર જવર માટે મંજુરી આપવામાં આવી છે. પરંતુ વાહન ચાલક રીવર ફ્રન્ટ ના વોક વે કે અન્ય એરિયામાં પોતાના વાહન હંકારી શકશે નહિ. તેવી સ્પષ્ટ સુચના આપવામાં આવી છે.

કોરોનાના વધતા કેસને પગલે અમદાવાદ મનપા દ્વારા શહેરની વિવિધ ક્લબો ઉપર પણ તવાઈ બોલવામાં આવી છે. શહેરમાં આવેલી કલબો આવેલા ગાર્ડન પણ બંધ કરાવ્યા છે. રાજપથ અને કર્ણાવતી કલબમાં  નિર્ણય લેવામાં આવ્યો છે. તાત્કાલિક અસરથી ચિલ્ડ્રન્સ પાર્ક પણ બંધ કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનય છે કે શહેરમાં વકરેલા કોરોનાને પગલે બાગ બગીચા અને પ્રાણી સંગ્રહાલય પણ બંધ કરી  દેવામાં આવ્યા છે. જયારે શહેરમાં રાત્રીના 10 થી સવારના 6 વાગ્યા સુધીનો કર્ફ્યું નાખી દેવામાં આવ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ