Supreme Court/ લગ્ન વગર જન્મેલા બાળકોને પણ પૈતૃક મિલકત મળી શકે? ટૂંક સમયમાં આવશે નિર્ણય

સુપ્રીમ કોર્ટ એ પણ નક્કી કરશે કે હિંદુ લગ્ન અધિનિયમની કલમ 16 (3) હેઠળ લગ્ન વગર જન્મેલા બાળકોનો અધિકાર માત્ર તેમના માતા-પિતા દ્વારા અધિગ્રહિત કરેલી સંપત્તિ પર રહેશે કે સમગ્ર પૈતૃક સંપત્તિ પર પણ તેમનો અધિકાર હશે.

Top Stories India
સુપ્રીમ કોર્ટમાં

સુપ્રીમ કોર્ટે શુક્રવારે 2011ની એક અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. આ અરજીમાં એક જટિલ કાનૂની મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો, જેમાં પૂછવામાં આવ્યું હતું કે શું લગ્ન વગર જન્મેલા બાળકો હિંદુ મેરેજ એક્ટ હેઠળ તેમના માતા-પિતાની પૈતૃક સંપત્તિમાં ભાગ લેવા માટે હકદાર છે કે કેમ. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે અરજી પર વિવિધ વકીલોની દલીલો સાંભળી હતી અને હાલ પૂરતો પોતાનો આદેશ અનામત રાખ્યો હતો.

પૈતૃક સંપત્તિમાં હિસ્સો મળી શકે છે

આપને જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટ એ પણ નક્કી કરશે કે હિંદુ લગ્ન અધિનિયમની કલમ 16 (3) હેઠળ લગ્ન વગર જન્મેલા બાળકોનો અધિકાર માત્ર તેમના માતા-પિતા દ્વારા અધિગ્રહિત કરેલી સંપત્તિ પર રહેશે કે સમગ્ર પૈતૃક સંપત્તિ પર પણ તેમનો અધિકાર હશે. 31 માર્ચ, 2011ના રોજ, બે જજની બેન્ચે આ મામલાને મોટી બેન્ચને મોકલી આપ્યો હતો.

‘બદલાતા સમાજમાં સ્થિર કાયદાઓ રાખી શકતા નથી’

કોર્ટે અવલોકન કર્યું કે ‘જોગવાઈઓ સ્પષ્ટ છે કે શૂન્ય અથવા નિરસ્તીકરણ લગ્નમાંથી જન્મેલા બાળકો ફક્ત તેમના માતા-પિતાની મિલકતનો દાવો કરી શકે છે’. જો કે હાલની બેન્ચ એ ચુકાદા સાથે અસંમત છે કે લગ્ન વગર જન્મેલા બાળકો તેમના માતા-પિતાની પૈતૃક સંપત્તિનો દાવો કરી શકતા નથી. કોર્ટે કહ્યું કે ‘દરેક સમાજમાં કાયદેસરતાના નિયમો બદલાતા રહે છે’. ભૂતકાળમાં જે ગેરકાયદે હતું તે આજે કાયદેસર બની શકે છે. ગેરકાયદેસરતાની વિભાવના સામાજિક સર્વસંમતિમાંથી ઉદ્ભવે છે, જેમાં ઘણી સામાજિક સંસ્થાઓ મહત્વની ભૂમિકા ભજવે છે. આવી સ્થિતિમાં બદલાતા સમાજમાં કાયદાઓ સ્થિર રહી શકતા નથી. હિન્દુ મેરેજ એક્ટ હેઠળ શૂન્ય અથવા નિરસ્તીકરણ લગ્નમાં બંને પક્ષોને પતિ અને પત્નીનો દરજ્જો આપવામાં આવતો નથી. માન્ય લગ્નમાં જ પતિ-પત્નીનો દરજ્જો મળી શકે છે.

આ પણ વાંચો:શ્વાનને ફરવા બાબતે થઇ બબાલ, બેંકના ગાર્ડે ધાબા પરથી 8 લોકો પર કર્યું ફાયરિંગ, બેના મોત

આ પણ વાંચો:આજે ઝીરો શેડો ડે છે… નહીં દેખાય આજે તમને તમારો પડછાયો

આ પણ વાંચો: વિસ્તારાની દિલ્હી-પુણે ફ્લાઈટમાં બોમ્બની ધમકી, એજન્સીઓ દિલ્હી એરપોર્ટ પર એરક્રાફ્ટની

આ પણ વાંચો:અધીર રંજન ચૌધરીને સસ્પેન્ડ કરવા પર વિશેષાધિકાર સમિતિની બેઠક આજે, 10 ઓગસ્ટે સ્પીકરે કર્યા હતા સસ્પેન્ડ