Not Set/ રાફેલ ડીલ અંગે દેશની એક નામી પ્રાઇવેટ કંપનીને ૧.૩૦ લાખ કરોડ રૂ.નો મળ્યો છે કોન્ટ્રાક્ટ : કોંગ્રેસ

નવી દિલ્હી, ભારતીય વાયુસેના માટે મોદી સરકાર દ્વારા ફ્રાંસ સાથે રાફેલ ફાઈટર પ્લેન મુદ્દે કોંગ્રેસ દ્વારા વર્તમાન ભાજપ સરકાર પર સતત હુમલો બોલવામાં આવી રહ્યો છે, ત્યારે હવે શુક્રવારે વધુ એક આ કથિત ગડબડીના મુદ્દે વધુ એકવાર ભાજપ પર નિશાન સાધ્યું છે. શુક્રવારે કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, આ ફાઈટર પ્લેનની ડીલના સંદર્ભમાં […]

Top Stories India Trending
662566 randeep970 રાફેલ ડીલ અંગે દેશની એક નામી પ્રાઇવેટ કંપનીને ૧.૩૦ લાખ કરોડ રૂ.નો મળ્યો છે કોન્ટ્રાક્ટ : કોંગ્રેસ

નવી દિલ્હી,

ભારતીય વાયુસેના માટે મોદી સરકાર દ્વારા ફ્રાંસ સાથે રાફેલ ફાઈટર પ્લેન મુદ્દે કોંગ્રેસ દ્વારા વર્તમાન ભાજપ સરકાર પર સતત હુમલો બોલવામાં આવી રહ્યો છે, ત્યારે હવે શુક્રવારે વધુ એક આ કથિત ગડબડીના મુદ્દે વધુ એકવાર ભાજપ પર નિશાન સાધ્યું છે.

શુક્રવારે કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, આ ફાઈટર પ્લેનની ડીલના સંદર્ભમાં એક નામી ભારતીય સમૂહની રક્ષા કંપનીને કુલ ૧.૩૦ લાખ કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે.  કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ રક્ષામંત્રી નિર્મલા સીતારમણ પર નિશાન સાધતા તેઓ પર ખોટું બોલતા હોવાના આરોપ લગાવ્યા છે.

રણદીપ સુરજેવાલાએ કેટલાક દસ્તાવેજ રજુ કરતા જણાવ્યું, “રાફેલ ડીલમાં દિન-પ્રતિદિન સામે આવી રહેલા આરોપો પ્રધાનમંત્રી અને રક્ષામંત્રી દ્વારા બોલાયેલા ખોટાપણાની હકીકત ખોલી રહ્યું છે”.

સુરજેવાલાના જણાવ્યા મુજબ, દેશની એક ખાનગી કંપનીને ગત વર્ષ ૧૬ ફેબ્રુઆરીના રોજ એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે, “તેઓને રાફેલ સાથે જોડાયેલા ૩૦ કરોડ રૂપિયાનો ઓફસેટ કોન્ટ્રાક્ટ અને એક લાખ કરોડ રૂપિયાનું લાઈફ સાઈકલ કોન્ટ્રાક્ટ મળ્યો છે”.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ૬૦,૪૧૫ કરોડ રૂપિયાની રાફેલ ડીલે સાબિત કર્યું છે કે “કલ્ચર ઓફ ક્રોની કેપિટલિજ્મ” (Culture of Crony Capitalism) એટલે કે “૩ C” મોદી સરકારનો DNA બની ગયું છે. ખોટું પીરસવું અને કપટનું ચક્રવ્યૂહ બનાવીને દેશને ખોટામાર્ગે દોરવો એ જ હવે સૌથી મોટા સંરક્ષણ સોદામાં ભાજપનો મૂળ મંત્ર છે”.

મહત્વનું છે કે, કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર હુમલો કરતા કહ્યું હતું કે, “સરકાર દ્વારા મોદી સરકારે ફ્રાન્સ સાથે રાફેલ વિમાન માટે નવો સોદો કર્યો અને ત્યારબાદ દેશમાં બનાવવમાં આવનારા આ ફાઈટર પ્લેનના મેન્યુફેક્ચરિંગ કોન્ટ્રાક્ટ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ)ના બદલે અનિલ અંબાણીની રિલાયન્સ ડિફેન્સ લિમિટેડના પક્ષમાં ફેંસલો કર્યો લીધો. જેને વિમાન બનાવવાનો આ પહેલા કોઈ અનુભવ નથી.