submarines/ ફ્રાન્સે ભારતને પરમાણુ સબમરીન બનાવવાની ઓફર કરી, ચીન ફરી ઉશ્કેરાયું

ફ્રાન્સે ભારતને એવી ઓફર કરી છે, જેનાથી ચીન ફરી એકવાર ઉશ્કેરાઈ શકે છે. હકીકતમાં ફ્રાન્સે ભારતને પરમાણુ સબમરીન ડીલની ઓફર કરી છે. આ ઓફર એવા સમયે આવી છે જ્યારે ભારતીય નૌકાદળ…

Top Stories World
Nuclear Submarines

Nuclear Submarines: ફ્રાન્સે ભારતને એવી ઓફર કરી છે, જેનાથી ચીન ફરી એકવાર ઉશ્કેરાઈ શકે છે. હકીકતમાં ફ્રાન્સે ભારતને પરમાણુ સબમરીન ડીલની ઓફર કરી છે. આ ઓફર એવા સમયે આવી છે જ્યારે ભારતીય નૌકાદળ પહેલાથી જ આધુનિકીકરણની પ્રક્રિયામાં છે. જો ફ્રાન્સ સાથે ડીલ ફાઈનલ થઈ જાય છે, તો તે ભારતીય નૌકાદળ માટે એક મોટું બૂસ્ટર હશે.

ફર્સ્ટપોસ્ટના અહેવાલ અનુસાર ડીલ હેઠળ ફ્રાન્સ ભારત સાથે મળીને 6 પરમાણુ સબમરીન વિકસાવવા માટે કામ કરશે. ફ્રાન્સે તેના બેરાકુડા-ક્લાસ સબમરીન પ્રોગ્રામમાંથી પરંપરાગત ટેક્નોલોજી શેર કરવાની પણ ઓફર કરી છે. જણાવી દઈએ કે બેરાકુડા-ક્લાસ સબમરીન પરમાણુ હુમલો કરવામાં સક્ષમ સબમરીન છે. તેને ફ્રેન્ચ નૌકાદળ માટે ફ્રેન્ચ શિપબિલ્ડર નેવલ ગ્રુપ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે. ફ્રાન્સની ભારતને ઓફર એ ડીલ જેવી જ છે જે તેણે અગાઉ બ્રાઝિલને ઓફર કરી હતી. બ્રાઝિલ હવે ફ્રેન્ચ સહાયથી તેની પ્રથમ પરમાણુ સબમરીન વિકસાવી રહ્યું છે. તાજેતરમાં US, ઑસ્ટ્રેલિયા અને બ્રિટન (AUKUS) એ પરમાણુ-સંચાલિત સબમરીન કરારની જાહેરાત કરી હતી, જેનો ઉદ્દેશ્ય ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનના આક્રમક વલણનો સામનો કરવાનો છે. હવે ફ્રાન્સે ભારતને પણ આવી જ ઓફર કરી છે.

ચીન હિંદ મહાસાગરમાં પોતાની શક્તિ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં ભારત અને ફ્રાન્સ ડ્રેગનની આક્રમકતાનો જવાબ આપવા માટે સાથે મળીને કામ કરી શકે છે. ભારત અને ઓસ્ટ્રેલિયા બંને પોતપોતાની નૌકાદળ માટે પરમાણુ સબમરીન હસ્તગત કરવાની લાઇનમાં છે. આવી સ્થિતિમાં ચીન માટે ભવિષ્યમાં ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવું મુશ્કેલ બની શકે છે. જો ભારતીય નૌકાદળ ફ્રાન્સના પ્રસ્તાવને મંજૂરી આપે છે, તો તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભારત સરકારની આત્મનિર્ભર ભારત પહેલ માટે એક મોટી સિદ્ધિ હશે. આત્મનિર્ભર ભારત પહેલના ભાગ રૂપે ભારતે ‘પ્રોજેક્ટ 75 આલ્ફા’ લોન્ચ કર્યો છે. આ કાર્યક્રમ હેઠળ ભારતીય નૌકાદળનો હેતુ છ પરમાણુ સંચાલિત સબમરીન ખરીદવાનો છે. ભારત સરકારે ફેબ્રુઆરી 2015માં પ્રોજેક્ટને મંજૂરી આપી હતી.

ઓકસ 2021 માં અસ્તિત્વમાં આવ્યું અને તેમાં ઓસ્ટ્રેલિયા, યુકે અને USનો સમાવેશ થાય છે. OCUSનો હેતુ ઈન્ડો-પેસિફિકમાં ચીનના આક્રમક વલણનો સામનો કરવાનો છે. સબમરીન કરાર આ ત્રણેય દેશો વચ્ચેના સુરક્ષા કરારનો એક ભાગ છે. US પ્રમુખ જો બિડેને સાન ડિએગોમાં ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન અલ્બેનીઝ અને બ્રિટીશ વડાપ્રધાન સુનાક સાથે જણાવ્યું હતું કે, “જો જરૂર પડશે તો, 2030ની શરૂઆતમાં US ત્રણ વર્જીનિયા-ક્લાસ સબમરીન ઓસ્ટ્રેલિયાને વેચશે.”  બિડેને જણાવ્યું હતું કે ‘SSN-AUKUS’ એક અત્યાધુનિક પ્લેટફોર્મ હશે, જે ત્રણ દેશોની સબમરીન ટેકનોલોજીનો શ્રેષ્ઠ લાભ લેવા માટે રચાયેલ છે. ‘SSN-AUKUS’ યુકેની નેક્સ્ટ જનરેશન SSN ડિઝાઇન પર આધારિત હશે, જેમાં અત્યાધુનિક US સબમરીન ટેક્નોલોજીનો સમાવેશ કરવામાં આવશે અને ઓસ્ટ્રેલિયા અને યુકે બંને દ્વારા તેનું નિર્માણ અને તૈનાત કરવામાં આવશે. SSN એટલે ન્યુક્લિયર પાવર્ડ સબમરીન અને AUKUS એટલે ઑસ્ટ્રેલિયા, UK અને US વચ્ચે ઇન્ડો-પેસિફિક સિક્યુરિટી એગ્રીમેન્ટ.

ચીને US, યુકે અને ઓસ્ટ્રેલિયા દ્વારા જાહેર કરાયેલા પરમાણુ સંચાલિત સબમરીન સોદાની નિંદા કરી છે અને કહ્યું છે કે આ સોદો પરમાણુ અપ્રસાર સંધિનું ઉલ્લંઘન કરે છે અને ત્રણેય દેશો “ખતરનાક અને ખોટા રસ્તે જઈ રહ્યા છે.” જવાબ આપતા, ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે AUCUS સંધિ હેઠળ પરમાણુ સબમરીન અને અન્ય અત્યાધુનિક સૈન્ય ટેક્નોલોજી પર સહકારને આગળ વધારવાના ત્રણ દેશોના પ્રયાસોમાં “શીત યુદ્ધની માનસિકતા” છે, જે શસ્ત્રોની સ્પર્ધાને પ્રોત્સાહન આપશે અને પ્રાદેશિક શાંતિને નુકસાન પહોંચાડશે.

આ પણ વાંચો: Banking In America/ અમેરિકામાં બેંકિંગ કટોકટી વચ્ચે ભારતની અર્થવ્યવસ્થા સ્થિર,RBI ગવર્નરે વર્તમાન સ્થિતિ વર્ણવી

આ પણ વાંચો: New Political Front/ કોંગ્રેસ વિના નવો મોરચો તૈયાર? મમતા બેનર્જી અને અખિલેશ યાદવ થયા સંમત

આ પણ વાંચો: હવામાન વિભાગ/ આગામી 5 દિવસ ગુજરાતને માથે વરસાદી આફતના એંધાણ