Not Set/ મોતનું તાંડવ/ઇરાક પર મિસાઇલ એટેકમાં 80, ઇરાનમાં પ્લેન ક્રેશમાં 170થી વધુ લોકોનાં મોત

ઇરાક-ઇરાન માટે બુધવાર “કાળો બુધવાર” કહી શકાય તેમ મોતએ જાણે તાંડવ માંડ્યું હોય તેવી રીતે ઇરાનનાં મિસાઇલ હુમલામાં 80 જેટલા અમેરિકી સૈનિકોની ખુંવારી થઇ હોવાનો અંદેશો છે તો ઇરાનનાં તહેરાનમાં પ્લેન ક્રેશમાં, પ્લેનમાં સવાર તમામ મુસાફરો(ક્રુ મેમ્બર સહિત)નાં મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. એક અંદાજ પ્રમાણે પ્લેન ક્રેશ સમયે પ્લેનમાં 170 લોકો સવાર […]

Top Stories World
iraq.JPG1 મોતનું તાંડવ/ઇરાક પર મિસાઇલ એટેકમાં 80, ઇરાનમાં પ્લેન ક્રેશમાં 170થી વધુ લોકોનાં મોત

ઇરાક-ઇરાન માટે બુધવાર “કાળો બુધવાર” કહી શકાય તેમ મોતએ જાણે તાંડવ માંડ્યું હોય તેવી રીતે ઇરાનનાં મિસાઇલ હુમલામાં 80 જેટલા અમેરિકી સૈનિકોની ખુંવારી થઇ હોવાનો અંદેશો છે તો ઇરાનનાં તહેરાનમાં પ્લેન ક્રેશમાં, પ્લેનમાં સવાર તમામ મુસાફરો(ક્રુ મેમ્બર સહિત)નાં મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. એક અંદાજ પ્રમાણે પ્લેન ક્રેશ સમયે પ્લેનમાં 170 લોકો સવાર હતા.

મિસાઇલ એટેકમાં 80 લોકો(સૈનિકો)નાં મોત

ઇરાન દ્વારા ઇરાકનાં સૈન્ય ઠેકાણા પર મિસાઇલ હુમલો કરવામાં આવ્યો હતો. અનેક મિસાઇલ મારફતે કરવામાં આવેલા આ હુમલામાં ઇરાન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, અમેરિકાનાં લગભગ 80 સૈનિકોનાં મોત નિપજ્યા છે. જો કે, આંકડાની સત્યતા હાલનાં તબક્કે ચકાસવી મુશ્કેલ છે. પરંતુ ઇરાન દ્વારા ઇરાકમાં અમેરિકા સૈન્ય ઠેકાણાને નિશાન બનાવી મલ્ટીપલ મિસાઇલ એટેકમાં ખુવારીનો આંક ઘણો વધુ કે અંદાજવામાં આવી રહેલો છે તેટલો હોવાનો અંદાજ છે.

પ્લેન ક્રેશમાં 170થી વધુ જીંદગીઓનો લેવાયો ભોગ

ઇરાનનાં તેહારાન એરપોર્ટ પરથી યુક્રેનિયન જેટલીનર દ્વારા ઉડાન ભર્યાનાં થોડા સમયમાં પ્લેન ક્રેશ થતા યુક્રેનિયન જેટલીનર પર તે સમયે સવાર કોઈ બચી શક્યું નથી. ઇરાનનાં અધિકારીઓના હવાલાથી જણાવા મળી રહ્યું છે કે, પ્લેનમાં ઓછામાં ઓછા 170 લોકો સવાર હતા.  જો કે, હાલ સતાવાર આંક સામે આવ્યો નથી અને 170 લોકો હોવાનો અંદાજ છે તેમાં પ્લેનનાં ક્રુ મેમ્બરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે કે,કેમ. તેનું ,સ્પષ્ટીકરણ થઇ શક્યું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.