બેઠક/ PM મોદી આજે રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક,કોરોના સંદર્ભે કરશે વાતચીત

પીએમ મોદી આજે સાંજે 4 વાગે ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. આ બેઠકમાં કોરોના રોગચાળાને કારણે ઉભી થયેલી વર્તમાન કટોકટીની વિગતવાર ચર્ચા કરવામાં આવશે.

Top Stories India
NARENDRA MODI PM મોદી આજે રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક,કોરોના સંદર્ભે કરશે વાતચીત

કોરોનાના વધતા જતા કેસને જોતા પીએમ મોદી આજે સાંજે 4 વાગે ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. આ બેઠકમાં કોરોના રોગચાળાને કારણે ઉભી થયેલી વર્તમાન કટોકટીની વિગતવાર ચર્ચા કરવામાં આવશે.

દેશમાં કોરોના મહામારીનો ફેલાવો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારથી લઈને રાજ્ય સરકારો વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નવી માર્ગદર્શિકા જારી કરી રહી છે. લગ્નથી લઈને અંતિમ સંસ્કાર સુધી લોકોની સંખ્યા મર્યાદિત કરવામાં આવી રહી છે. આ દરમિયાન સંસદ સંબંધિત માહિતી સામે આવી છે કે, અહીં 400 કર્મચારીઓ કોરોના સંક્રમણનો શિકાર બન્યા છે, જેના કારણે બજેટ સત્રના સંચાલનને લઈને મુશ્કેલીઓ વધી છે.  નવી દિલ્હીમાં 24 કલાકમાં કોરોના વાયરસના 19166 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં ચેપનો દર હવે 25 ટકા પર પહોંચી ગયો છે. રિપોર્ટ અનુસાર, ટેસ્ટ કરાવનાર દરેક ચોથો વ્યક્તિ સંક્રમિત જોવા મળે છે. મુંબઈની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોવિડના 13648 કેસ અને 5 લોકોના મોત થયા છે.

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 1,68,063 નવા કેસ નોંધાયા છે, જે પાછલા દિવસની સરખામણીએ 6.5% ઓછા છે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મંગળવારે દર્શાવે છે. આનાથી કુલ કેસ  3,58,75,790 નોધાયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 277 જેટલાં મૃત્યુ નોંધાયા છે, જેમાં કુલ નોંધાયેલા મૃત્યુની સંખ્યા વધીને 4,84,213 થઈ ગઈ છે.