Not Set/ સુરત: ST કંડક્ટરે મુસાફરને માર્યો માર, ગુંડાગીરીનો વિડીયો થયો વાયરલ

સુરત,  સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વિડીયો વાયરલ થતા હોય છે. ત્યારે વધુ એક એસટી કર્મચારીની ગુંડાગીરીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જણાવીએ કે સુરતના એસટી કર્મચારીની ગુંડાગીરીનો વીડિયો સોશિયલ મીડિયા પર વહેતો થયો છે. આપને જણાવીએ કે વાયરલ થયેલા વીડિયોમાં એસટી બસનો કંડક્ટર મુસાફરને માર મારતા નજરે પડે છે. મુસાફર અને કંડક્ટર […]

Top Stories Gujarat Surat
am 9 સુરત: ST કંડક્ટરે મુસાફરને માર્યો માર, ગુંડાગીરીનો વિડીયો થયો વાયરલ

સુરત, 

સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વિડીયો વાયરલ થતા હોય છે. ત્યારે વધુ એક એસટી કર્મચારીની ગુંડાગીરીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જણાવીએ કે સુરતના એસટી કર્મચારીની ગુંડાગીરીનો વીડિયો સોશિયલ મીડિયા પર વહેતો થયો છે.

આપને જણાવીએ કે વાયરલ થયેલા વીડિયોમાં એસટી બસનો કંડક્ટર મુસાફરને માર મારતા નજરે પડે છે. મુસાફર અને કંડક્ટર વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી થયા બાદ ઉશ્કેરાયેલ કંડેક્ટર મારામારી પર ઉતરી આવ્યો. ગુંડાગીરી પર ઉતરી આવેલ કંડક્ટર સુરત રાજપીપળા બસમાં ફરજ બજાવતો હોવાનું  કહેવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.