રથયાત્રા/ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જગન્નાથ મંદિરમાં કરી મંગળા આરતી,જુઓ તસવીરો

આજે સવારે અમિત શાહે જગન્નાથ મંદિરમાં મંગળા આરતી કરી હતી. ગુરુવારે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવી ગયા હતા.

Top Stories Gujarat
1 1 કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જગન્નાથ મંદિરમાં કરી મંગળા આરતી,જુઓ તસવીરો

રાજ્યની 145મી જગન્નાથ યાત્રા આજે નગર યાત્રાએ નીકળી છે, ત્યારે લાખો ભાવિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, છેલ્લા વર્ષથી કોરોનાના લીધે રથયાત્રામાં શ્રદ્વાળુઓ સામેલ થઇ શક્યા ન હતા પરતું આ રથયાત્રામાં ધાર્મિક સૂત્રોચ્ચાર સાથે લાખો  ભાવિકો જોડાયા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ  ગુજરાતની મુલાકાતે છે. આજે સવારે અમિત શાહે જગન્નાથ મંદિરમાં મંગળા આરતી કરી હતી. ગુરુવારે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવી ગયા હતા. 1 જુલાઇએ સવારે 4 વાગે જગન્નાથ મંદિરમાં મંગળા  આરતી અને પૂજા કરી હતી.

2 કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જગન્નાથ મંદિરમાં કરી મંગળા આરતી,જુઓ તસવીરો

વહેલી સવારે  3.55 વાગ્યે જગન્નાથજી મંદિરના કપાટ ખૂલ્યાં હતા. અને ચાર વાગ્યે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે  મંગળા આરતી કરી હતી. ત્યાર બાદ સવારે 4.40 વાગ્યે ભગવાનની આંખો ઉપરથી પાટા ખોલવામાં આવ્યા હતા. સવારે 5.00 વાગ્યે ભગવાન ને ખિચડીનો થાળ ભોગ ધરાવવામાં આવ્યો હતો.. 5.21 વાગ્યે ભગવાન જગન્નાથને  રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. 5.30 વાગ્યે બહેન સુભદ્રાને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. ને ત્યાર બાદ 5.38 વાગ્યે તેમના ભાઈ બલભદ્ર ને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા.

3 કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જગન્નાથ મંદિરમાં કરી મંગળા આરતી,જુઓ તસવીરો

સવારે ચાર કલાકે મંગળા આરતીમાં કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા. સવારે 4.30ના ભગવાનને વિશિષ્ટ ભોગ પણ ધરાવાયો હતો. સવારે 5 કલાકે ભગવાન જગન્નાથજીને અતિપ્રિય આદિવાસી નૃત્ય, રાસગરબા થયા અને ભગવાનને આંખે બાંધેલા પાટા ખોલવાની વિધિ પણ કરવામાં આવી હતી. સવારે 5.45ના ભગવાનનો ત્રણેય રથમાં પ્રવેશ કરાવાયો હતો. રથયાત્રાના દર્શન મંદિરની વેબસાઇટ-ઓનલાઇન જોઇ શકાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

5 કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જગન્નાથ મંદિરમાં કરી મંગળા આરતી,જુઓ તસવીરો

સવારે  5.45ના ભગવાનનો ત્રણેય રથમાં પ્રવેશ કરાવાયો હતો. રથયાત્રાના દર્શન મંદિરની વેબસાઇટ-ઓનલાઇન જોઇ શકાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની વર્ષોથી પરંપરા રહી છે કે, ભગવાન જગન્નાથની રથયાત્રા હોય ત્યારે વહેલી સવારે ભગવાન જગન્નાથ મંદિર જઇ મંગળા આરતી કરે છે. ભાજપના રાષ્ટીય અધ્યક્ષ હતા ત્યારે અને ત્યાર બાદ વર્ષે 2019માં દેશના ગૃહમંત્રી બન્યા ત્યારે પણ તેમણે પોતાની આ પરંપરા તેમણે ચાલુ રાખી છે.