Not Set/ બેન્કોનું NPA વધવા માટે UPAનું શાસન જ છે જવાબદાર : રઘુરામ રાજન

નવી દિલ્હી, દેશમાં બેન્કોના વધી રહેલા NPA  (નોન પર્ફોમિંગ એસેટ્સ)ના મામલે જોવા મળી રહેલી ચર્ચાઓ વચ્ચે RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને એક ખુલાસો કર્યો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પૂર્વ ગવર્નર રાજને બેન્કોના વધી રહેલા NPA માટે બેન્કર્સ અને આર્થિક મંદી માટે UPAની સરકારને જવાબદાર ઠેરવી છે. રઘુરામ રાજન દ્વારા સંસદીય સમિતિને આપવામાં આવેલા જવાબમાં […]

Top Stories India Trending
729759 raghuram rajan pti photo બેન્કોનું NPA વધવા માટે UPAનું શાસન જ છે જવાબદાર : રઘુરામ રાજન

નવી દિલ્હી,

દેશમાં બેન્કોના વધી રહેલા NPA  (નોન પર્ફોમિંગ એસેટ્સ)ના મામલે જોવા મળી રહેલી ચર્ચાઓ વચ્ચે RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને એક ખુલાસો કર્યો છે.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પૂર્વ ગવર્નર રાજને બેન્કોના વધી રહેલા NPA માટે બેન્કર્સ અને આર્થિક મંદી માટે UPAની સરકારને જવાબદાર ઠેરવી છે.

રઘુરામ રાજન દ્વારા સંસદીય સમિતિને આપવામાં આવેલા જવાબમાં કહ્યું છે કે, “દેશમાં સૌથી વધુ NPA ૨૦૦૬ થી ૨૦૦૮ વચ્ચે આપવામાં આવ્યા છે”.

465598 rajan chiddu pti બેન્કોનું NPA વધવા માટે UPAનું શાસન જ છે જવાબદાર : રઘુરામ રાજન
national-raghuraj-rajan-attributed-previous-upa-government-increasing-bank npa

તેઓએ વધુમાં જણાવ્યું, “આ સરકારના સમય દરમિયાન થયેલા ગોટાળાઓની તપાસ અને UPA સરકારની નીતિગત નિર્ણયમાં ખામીઓના કારણે બેંકોમાં લોન વધતી જ જઈ હતી.

UPA અને NDA સરકારના નિર્ણયોની ગતિ સુસ્ત થવાના કારણે ઉભી થઇ મુશ્કેલી

સંસદીય સમિતિના ચેરમેન મુરલી મનોહર જોશીને મોકલવામાં આવેલા પોતાના જવાબમાં તેઓએ કહ્યું, “કોલસાની ખાણોનું શંકાસ્પદ આવંટન (નીલામી) અને તપાસ માટેના ડર જેવી સમસ્યાઓના કારણે UPA અને ત્યારબાદ NDA સરકારના નિર્ણયો લેવાની ગતિ સુસ્ત થઇ ગઈ હતી. આ કરને રોકાયેલા પ્રોજેક્ટની કિંમતો વધી ગઈ અને લોનની ભરપાઈ કરવી મુશ્કેલ થઇ ગયું હતું”.

તેઓએ પોતાના જવાબમાં વધુમાં જણાવ્યું, “સૌથી વધુ બેડ લોન (NPA) ૨૨૦૬ – ૨૦૦૮ વચ્ચે આપવામાં આવ્યા હતા, જ્તરે આર્થિક વિકાસ દર મજબૂત હતો અને પાવર પ્લાન્ટ જેવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ સમય પર ફાળવવામાં આવેલા બજેટમાં જ પુરા થઇ ગયા હતા”.

NPA મામલે રાજને એક ઉદાહરણ આપતા જણાવ્યું, “એક પ્રમોટરે મને જણાવ્યું કે, કેવી રીતે બેંકોએ તેમની સામે ચેકબુક લહેરાવતા કહ્યું હતું કે, તમારી ઈચ્છા હોય એટલી રકમ આ ચેકમાં ભરી લો”. તેઓએ કહ્યું કે. “આ જ પ્રમાણે દુનિયાભરના દેશોમાં આ ભૂલો થઇ છે”.

નીતિ આયોગના ઉપાધ્યક્ષ પણ સાધી ચુક્યા છે નિશાન

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે બેન્કોમાં એક ખતરનાક સ્તર પર પહોંચી ચુકેલા NPA માટે રઘુરામ રાજનની નીતિઓને જવાબદાર ઠેરવી હતી.

Raghuram Rajan બેન્કોનું NPA વધવા માટે UPAનું શાસન જ છે જવાબદાર : રઘુરામ રાજન
national-raghuraj-rajan-attributed-previous-upa-government-increasing-bank npa

બીજી બાજુ રઘુરામ રાજનનું આ નિવેદન કોંગ્રેસ માટે મુશ્કેલીઓ વધારી શકે છે, કારણ કે, તેઓની નિયુક્તિ UPA શાસન દરમિયાન જ થઇ હતી. જો કે હવે કોંગ્રેસ NPA વધવા માટેનો ઠીકરો વર્તમાન સરકાર પર ફોડી રહી છે.

રઘુરામ રાજનની વાત કરવામાં આવે તો, તેઓ ૨૦૧૬ સુધી ત્રણ વર્ષ RBIના ગવર્નર રહ્યા હતા. હાલમાં તેઓ શિકાગો સ્કૂલ ઓફ બિઝનેસમાં નાણા ક્ષેત્રના પ્રોફેસર છે.

બેંકોનું NPA થયું ૮.૯૯ ટ્રિલિયન રૂપિયા

ગત વર્ષ ડિસેમ્બર, ૨૦૧૭ સુધી બેન્કોનું NPA ૮.૯૯ ટ્રિલિયન રૂપિયા થઇ ગયું હતું, જે બેન્કોમાં જમા કુલ ધનરાશિના ૧૦.૧૧ ટકા છે. બેન્કોના કુલ NPAમાં સાર્વજનિક બેકોનું NPA ૭.૭૭ ટ્રિલિયન રૂપિયા છે.