Recruitment/ ગાંધીનગર મનપા દ્વારા કલાર્કની ભરતી અંગે મહત્વનો નિર્ણય લેવાયો

ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા ક્લાર્કની ભરતી અંગે નિયમોમાં ફેરફાર કર્યા છે. આવનારી ભરતીમાં ક્લાર્કના પદ પર ઉમેદવારોએ સ્નાતક કરેલું હોવું જરૂરી છે. ઉલ્લેખનીય છે કે પહેલા 12 પાસના આધારે ઉમેદવારોની ભરતી કરવામાં આવતી હતી. હવે ક્લાસ….

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 01 27T143852.165 ગાંધીનગર મનપા દ્વારા કલાર્કની ભરતી અંગે મહત્વનો નિર્ણય લેવાયો

Gandhinagar News: ગુજરાત સરકાર (Gujarat Government) દ્વારા શિક્ષણમાં ભરતી (Recruitment)અંગે મહત્વના ફેરફારો કરવામાં આવ્યા હતા. તેના અનુસંધાને ગાંધીનગર મનપા (Gandhinagar Municipal Corporation) દ્વારા ક્લાર્ક (Clerk)ની ભરતીમાં નવા નિયમો મુજબ ફેરફારો કરાયા છે. હવેથી 12 પાસની જગ્યાએ સ્નાતક  (Graduate) હોવું ફરજિયાત ગણાશે. તેમજ વય મર્યાદા (Age Limit)માં ફેરફારો કરાયા છે.

ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા ક્લાર્કની ભરતી અંગે નિયમોમાં ફેરફાર કર્યા છે. આવનારી ભરતીમાં ક્લાર્કના પદ પર ઉમેદવારોએ સ્નાતક કરેલું હોવું જરૂરી છે. ઉલ્લેખનીય છે કે પહેલા 12 પાસના આધારે ઉમેદવારો (Candidates)ની ભરતી કરવામાં આવતી હતી. હવે ક્લાસ 1, 2ના ઉમેદવારોની જેમ ગ્રેજ્યુએટ (Graduate) હોવું ફરજીયાત (Compulsory) કરી દેવામાં આવ્યું છે.

વધુમાં ઉમેદવારોની ઉંમરમાં પણ ફેરફારો કરાયા છે. પહેલા વય મર્યાદા 18 થી 35 વર્ષની હતી. જે હવે 20 થી 35 વર્ષની કરાઈ છે.

થોડા સમય અગાઉ જ શિક્ષણ વિભાગ દ્વારા તલાટી (Talati)ની પરીક્ષામાં પણ બદલાવો કરવામાં આવ્યા હતા. પંચાયત વિભાગ મુજબ હવે ઉમેદવારે ધોરણ 12 પાસની જગ્યાએ સ્નાતક સુધીનો અભ્યાસ કરેલો હોવો જરૂરી છે. ત્યારબાદ જ ઉમેદવાર પરીક્ષા આપવાને લાયક (Eligible) ગણાશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ મંજૂરી વગર બાળકોને પ્રવાસે લઈ ગયા તો થશે શિક્ષાત્મક કાર્યવાહી

આ પણ વાંચોઃ ગાંધીનગર ગિફ્ટ સિટીમાં 69મા ફિલ્મફેર એવોર્ડસનું આયોજન