નવી દિલ્હી,
૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચુંટણીના દિવસો જેમ જેમ નજીક આવતા જાય છે એમ દેશમાં રાજકીય પાર્ટીઓના સમીકરણો પણ બદલાઈ રહ્યા છે અને નેતાઓની નારાજગી પણ સપાટી પર આવી રહી છે.
આ જ પ્રકારે હવે બિહારમાં લોકસભાની સીટોની વહેચણીને લઈ મોદી સરકારમાં મંત્રી અને RLSPના પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહ નારાજ ચાલી રહ્યા છે.
મંત્રીપદ પરથી આપ્યું રાજીનામું
https://twitter.com/ANI/status/1072025913380859904
આ વચ્ચે સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીના પ્રમુખ કુશવાહા સોમવારે મોદી કેબિનેટમાંથી પોતાના મંત્રીપદ પરથી રાજીનામું આપી દીધું છે.
જો કે આ પહેલા સોમવારે સંસદના શિયાળુ સત્રને લઇ NDA ગઠબંધનની પાર્ટીઓના નેતાઓની બેઠક બોલાવવામાં આવી છે, પરંતુ આ બેઠકથી પણ ઉપેન્દ્ર કુશવાહે કિનારો કરી લીધો છે.
માનવામાં આવી રહ્યું છે કે, NDAથી નારાજ ચાલી રહેલા કુશવાહ મહાગઠબંધન સાથે હાથ મિલાવી શકે છે. બીજી બાજુ પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો પહેલા ભાજપ માટે આ એક મોટો ઝટકો સમાન હોઈ શકે છે.
સોમવારે સાંજે ૪ વાગ્યે NDAની બેઠક થવાની છે, પરંતુ આ પહેલા ઉપેન્દ્ર કુશવાહ બપોરે ૨ વાગ્યે એક પત્રકાર પરિષદ યોજવાના છે. આ દરમિયાન તેઓ પોતાના મંત્રીપદ પરથી રાજીનામું આપવા અંગે અને NDA છોડવા અંગેનું એલાન કરી શકે છે.
આ પહેલા પણ મોદી સરકાર પર કરી હતી ટિપ્પણી
આ પહેલા ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું હતું કે, “જો યાદવોનું દૂધ અને કુશવાહાના ચોખા મળી જાય તો એક ખૂબ સારી ખીર બની શકે છે”.
તેઓએ વધુમાં જણાવ્યું, “યદુવંશીનું દૂધ અને કુશવંશીના ચોખા મળી જાય તો ખીર ખૂબ સારી હશે અને આ સ્વાદિષ્ટ વ્યંજન બનાવથી કોઈ રોકી શકતું નથી”.