Harni Boat Accident/ ‘નાસ્તાનો સ્ટોલ ચલાવનારો બોટ ચલાવે તો દુર્ઘટના ન થાય તો શું થાય!’

હરણી તળાવ બોટ દુર્ઘટનામાં નવો જ ખુલાસો થયો હતો. બોટ ચલાવનાર વ્યક્તિ નાસ્તાનો સ્ટોલ ચલાવનારો માલૂમ પડયો છે. તેના લીધે પોલીસ પણ ચોંકી ઉઠી છે. આ દુર્ઘટનાના પગલે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા તેમા આ વાત બહાર આવી છે.

Top Stories Gujarat Vadodara
YouTube Thumbnail 2024 01 19T122411.350 ‘નાસ્તાનો સ્ટોલ ચલાવનારો બોટ ચલાવે તો દુર્ઘટના ન થાય તો શું થાય!’

વડોદરાઃ હરણી તળાવ બોટ દુર્ઘટનામાં નવો જ ખુલાસો થયો હતો. બોટ ચલાવનાર વ્યક્તિ નાસ્તાનો સ્ટોલ ચલાવનારો માલૂમ પડયો છે. તેના લીધે પોલીસ પણ ચોંકી ઉઠી છે. આ દુર્ઘટનાના પગલે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા તેમા આ વાત બહાર આવી છે.

આ સમગ્ર ઘટનાની પોલીસે તપાસ કરતા એવી વિગત આવી છે. હરણી તળાવમાં બોટ ચલાવવાનો મુખ્ય કોન્ટ્રાક્ટ પરેશ શાહ પાસે છે, જે હજી ફરાર છે. તેની પાસે આ ઉપરાંત પોતાનો પેટ્રોલ પમ્પ પણ છે. તેણે પાછો આ કોન્ટ્રાક્ટ નીલેશ શાહ નામની વ્યક્તિને આપ્યો હતો. હવે આ જ નીલેશ શાહ નામની વ્યક્તિએ હરણી તળાવ પર નાસ્તો બનાવનારાને બોટ ચલાવવાનો કોન્ટ્રાક્ટ આપી દીધો હતો. હવે જો ટુ-વ્હીલરનું લાઇસન્સ માંડ-માંડ કેટલાય ધક્કા પછી આરટીઓ આપે છે ત્યારે આ પ્રકારે નાસ્તાનો સ્ટોલ ચલાવનારને બોટ ચલાવવાનો કોન્ટ્રાક્ટ કઈ રીતે આપી શકાય.

આનાથી સ્પષ્ટપણે દેખાઈ રહ્યુ છે. કે અહીં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની સીધી મિલીભગત છે. અહીં રીતસરનું ગાંધી-વૈદ્યનું સહિયારુ ચાલી રહ્યું છે. હવે મૃતકોના સગાસંબંધીઓ કરેલા આરોપમાં કેટલીક વાતો તો આંખો ઉડીને વળગે તેવી છે. કોટિયા કંપની ખાણીપીણીનો અનુભવ ધરાવે છે તો તેને બોટ ચલાવવાનો કોન્ટ્રાક્ટ કયા આધારે અપાયો. આ કંપનીને કોન્ટ્રાક્ટ આપનારા દસ્તાવેજો પર સહી કોની છે, 14ના મોત માટે કોન્ટ્રાક્ટરમાંથી કેમ કોઈ જવાબદાર નહીં. કોટિયા કંપની સાથે શાહ કુટુંબનો સંબંધ શું છે, કોટિયા કંપનીને કોની ભલામણથી કોન્ટ્રાક્ટ મળ્યો, બોટના ઓપરેટરો નિયમોનો સરેઆમ ભંગ કરતાં રહ્યા તો કેમ કોઈ પગલાં ન લેવાયા. આ બોટના કોન્ટ્રાક્ટમાં કોણે-કોણે કેટલી મલાઈ ખાધી


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ