Iran-Pakistan War/ ઇરાન અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા વચ્ચે કોણે આપ્યું આ નિવેદન  ‘યહુદીઓ કરી રહ્યા છે જુલમ’,  શું બંને દેશો વચ્ચે યુદ્ધ થશે

ઇરાને પાકિસ્તાન પર મિસાઈલથી હવાઈ હુમલો કર્યો. જેના જવાબમાં પાકિસ્તાને પણ બલૂચિસ્તાનના ઇરાન પ્રદેશ પર હુમલો કરતા બંને દેશો વચ્ચે યુદ્ધ થશે તેવું લાગતું હતું.

Top Stories World
Mantay 77 ઇરાન અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા વચ્ચે કોણે આપ્યું આ નિવેદન  ‘યહુદીઓ કરી રહ્યા છે જુલમ’,  શું બંને દેશો વચ્ચે યુદ્ધ થશે

ઇરાને પાકિસ્તાન પર મિસાઈલથી હવાઈ હુમલો કર્યો. જેના જવાબમાં પાકિસ્તાને પણ બલૂચિસ્તાનના ઇરાન પ્રદેશ પર બુધવારે હુમલો કર્યા બાદ બંને દેશો વચ્ચેના સંબંધો વણસ્યા હતા. ઇરાન અને પાકિસ્તાને એકબીજા પર હુમલો કરતા દુનિયામાં વધુ એક યુદ્ધના ભણકારા વાગી રહ્યા હતા. દરમ્યાન ઇરાન વિદેશ મંત્રાલયના નિવેદનથી સંભવિત યુદ્ધની શકયતા ટળી હોવાના અણસાર દેખાયા છે. ‘આ દિવસોમાં યહૂદી શાસન ગાઝામાં જુલમ કરી રહ્યું છે આપણે તેના પર ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂર છે’ તેમ ઇરાન વિદેશ મંત્રાલય દ્વારા નિવેદન જારી કરવામાં આવ્યું.

1 3 2 ઇરાન અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા વચ્ચે કોણે આપ્યું આ નિવેદન  ‘યહુદીઓ કરી રહ્યા છે જુલમ’,  શું બંને દેશો વચ્ચે યુદ્ધ થશે

યુદ્ધની સંભાવના ટળી

પાકિસ્તાને ઇરાનના સરહદી વિસ્તાર પર હુમલો કર્યો જેમાં 9 લોકોના મૃત્યુ થયા છે, જેઓ વિદેશી હોવાનું માનવામાં આવે છે. હુમલાની શરૂઆત ઇરાને કરી હતી. ઇરાને બલૂચિસ્તાનમાં આતંકી સંગઠન જૈશ અલ-અયદના ઠેકાણાઓને હુમલામાં નિશાન બનાવ્યા હતા. જેમાં 2 લોકો માર્યા ગયા હતા. જો કે આતંરિક સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ઇરાને કરેલ હુમલામાં 100થી વધુ લોકોના મૃત્યુ થયા હોવાનું કહેવાય છે. જ્યારે પાકિસ્તાને તેનો જવાબ આપતા બલૂચના ઇરાની સરહદી પર હુમલો કર્યો. ઇરાને પાકિસ્તાન તરફથી આ પ્રકારના હુમલાની અપેક્ષા નહોતી. જો કે પાકિસ્તાન સેનાએ ઇરાનના હુમલાને એક તરીકે જોતા વળતો હુમલો કર્યો. જેના કારણે દેશમાં પાકિસ્તાની સેનાએ પ્રતિષ્ઠા પાછી મેળવી છે. ઇસ્લામનું આહ્વાન આપતા ઇરાન અને પાકિસ્તાન હવે એકશન ઝોનમાંથી બહાર આવતા શાંત પડ્યા છે અને યુદ્ધની સંભાવના ટળી છે.

દુશ્મનો અને આતંકવાદીઓને હેરાનગતિ નહિ ચાલે

ઇરાનની અપેક્ષા વિરુદ્ધ હુમલાનો પાકિસ્તાને જવાબ આપતા બંને દેશો વચ્ચેના એક વખતના મૈત્રીપૂર્ણ સંબંધોમાં તિરાડ પડી છે. બંને દેશો ઇસ્લામનું આહ્વાન આપી મામલાને શાંત પાડી રહ્યા છે. ઇરાનના વિદેશ મંત્રાલયે અત્યારે યુક્રેન મામલાને વધુ અગત્યતા આપવાનું જણાવ્યું. વિદેશી બાબતોના નિષ્ણાતનું કહેવું છે કે પેલેસ્ટાઈનમાંચાલી રહેલ યુદ્ધમાં પોતાની તાકાત બતાવવા ઇરાને સીરિયા, ઇરાક બાદ પાકિસ્તાન પર હુમલો કર્યો. એક સમયે યુદ્ધની સંભાવના દેખાતી હતી ત્યાં પરિસ્થિતિ થાળે પડી ગઈ છે. ઇરાન વિદેશ મંત્રાલયે જણાવ્યું કે અમે અમારા પાડોશી દેશો સાથે ફક્ત ભાઈચારો અને મૈત્રીપૂર્ણ સંબંધો ઇચ્છીએ છીએ. આ સાથે એ ચેતવણી પણ ઉચ્ચારી કે કોઈપણ દુશ્મન અથવા આતંકવાદીઓની હેરાનગતિ નહિ ચલાવી લઈએ. તેમના દ્વારા કરાતી હેરાનગતિનો અમે જડબાતોડ જવાબ આપીશું. યહુદીઓ અમારા ઇસ્લામિક ભાઈઓ પર જુલમ કરે છે માટે આ મુદ્દા પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. આ મુદ્દો ઇસ્લામિક વિશ્વને વધુ અસર કરે છે.


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃવડોદરા હરણી તળાવ દુર્ઘટનામાં 15 લોકોના થયા મૃત્યુ, બે શિક્ષક સહિત 13 બાળકોના આજે થશે અંતિમ સંસ્કાર