Harni Boat Accident/ બોટ કાંડમાં ન્યૂ સનરાઇઝ સ્કૂલ સરકારની ગાઇડલાઇનનું પાલન કરવામાં નિષ્ફળ

વડોદરામાં હરણી બોટ કાંડમાં બોટ સંચાલકો તો મુખ્ય ગુનેગાર છે, પરંતુ ન્યૂ સનરાઇઝ સ્કૂલ પણ સરકારી ગાઇડલાઇનનું પાલન કરવામાં નિષ્ફળ ગઈ હતી અને સરકારી ગાઇડલાઇનના પાલનમાં તેની નિષ્ફળતાએ આ દુર્ઘટનાને આકાર આપવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે.

Top Stories Gujarat Vadodara
YouTube Thumbnail 2024 01 19T114152.036 બોટ કાંડમાં ન્યૂ સનરાઇઝ સ્કૂલ સરકારની ગાઇડલાઇનનું પાલન કરવામાં નિષ્ફળ

વડોદરાઃ વડોદરામાં હરણી બોટ કાંડમાં બોટ સંચાલકો તો મુખ્ય ગુનેગાર છે, પરંતુ ન્યૂ સનરાઇઝ સ્કૂલ પણ સરકારી ગાઇડલાઇનનું પાલન કરવામાં નિષ્ફળ ગઈ હતી અને સરકારી ગાઇડલાઇનના પાલનમાં તેની નિષ્ફળતાએ આ દુર્ઘટનાને આકાર આપવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે.

વાલીઓ કદાચ જાણતા નહી હોય કે સ્કૂલ પ્રવાસ માટે સરકારની ગાઇડલાઇન હોય છે. બધી સ્કૂલોએ સ્કૂલ પ્રવાસ માટેની આ ગાઇડલાઇન એટલે કે માર્ગદર્શિકાનું પાલન કરવાનું હોય છે. વડોદરાના બોટ કાંડમાં ન્યૂ સનરાઇઝ સ્કૂલના સંચાલકો સરકારની 22માંથી દસ ગાઇડલાઇનનું પાલન કરવામાં નિષ્ફળ ગયા હતા.

સરકારની ગાઇડલાઇન મુજબ સ્કૂલ પ્રવાસમાં સૂર્યાસ્ત પછી અથવા તો રાત્રિ મુસાફરી ન કરવાની સૂચના છે. પ્રાથમિક સ્કૂલના વિદ્યાર્થીઓ માટે આ સમયમર્યાદા સાંજના સાત વાગ્યાની, માધ્યમિક સ્કૂલના વિદ્યાર્થીઓ માટે આઠ વાગ્યાની અને ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓ માટે રાતના દસ વાગ્યાની છે. આ મુજબ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સાંજે સાત વાગે, માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ રાતના આઠ વાગે અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ રાતના દસ વાગ્યા સુધીમાં ગંતવ્ય સ્થળે પહોંચવું જોઈએ. જયારે આ કિસ્સામાં સાંજના સમયે વિદ્યાર્થીઓને બોટિંગમાં લઈ જવાયા હતા.

આ સિવાય વિદ્યાર્થીઓની ઉંમરને ધ્યાનમાં રાખીને જ પ્રવાસનું આયોજન કરવાનું છે. તેની સાથે પ્રવાસમાં ઉપયોગમાં લેવામાં આવતા વાહનનો પણ આરટીઓ દ્વારા રેકોર્ડ છે કે નહી તે ચકાસવો. વાહનમાં ફાયર સેફ્ટી, ફર્સ્ટ એઇડ, સલામતીના સાધન પૂરતા પ્રમાણમાં હોવા જોઈએ. તેની પૂરતી તાલીમ અને જાણકારી સ્ટાફના સભ્યો અને વિદ્યાર્થીઓને પણ હોવી જોઈએ. વાહનમાં કોઈપણ સંજોગોમાં મંજૂરીથી વધારે લોકો વાહનમાં મુસાફરી ન કરે તે જોવું.

વિદ્યાર્થીઓને પ્રવાસને લઈને બધી માહિતી હોવી જોઈએ અને તેમને પૂરતા પ્રમાણમાં માર્ગદર્શન આપી દેવું જોઈએ. તેની સાથે શાળાના પ્રવાસની પૂરેપૂરી માહિતી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આપવાની હોય છે. તેની સાથે આ પ્રવાસની જાણ સ્થાનિક વાહનવ્યવહાર કચેરી (આરટીઓ) અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પણ કરવાની હોય છે. ન્યૂ સનરાઇઝ સ્કૂલે લગભગ 50 ટકા ગાઇડલાઇનનું માંડ-માંડ પાલન કર્યુ હતુ. જો તેણે પૂરેપૂરુ પાલન કર્યુ હોત તો આ સ્થિતિ આવી ન હોત. આમ હોતી હે અને ચલતી હૈના સૂત્રના લીધે કૂમળા બાળકોએ જીવ ગુમાવવાનો આવ્યો હતો.


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ