Maharastra/ જો ભાજપ મારી પાછળ ED મોકલશે, તો હું CD બહાર કાઢીશ – એકનાથ આકરા પણીએ…

ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપનારા મહારાષ્ટ સરકારનાં પૂર્વ મંત્રી એકનાથ ખડસે શુક્રવારના NCP માં જોડાઇ ગયા. ખડસેએ પાર્ટી પ્રમુખ શરદ પવારની ઉપસ્થિતિમાં એનસીપીનો હાથ પકડ્યો છે. એનસીપી સાથે જોડાયા બાદ એકનાથ ખડસે દ્વારા ભાજપ પર જોરદાર તીખા પ્રહારો કર્યા હતા અને ખડસે દ્વારા ભાજપને રીતસરની ધમકી પણ આપી દેવામાં આવી હતી કે જો મારી(ખડસેને)ની પાછળ […]

Top Stories India
khadase જો ભાજપ મારી પાછળ ED મોકલશે, તો હું CD બહાર કાઢીશ - એકનાથ આકરા પણીએ...

ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપનારા મહારાષ્ટ સરકારનાં પૂર્વ મંત્રી એકનાથ ખડસે શુક્રવારના NCP માં જોડાઇ ગયા. ખડસેએ પાર્ટી પ્રમુખ શરદ પવારની ઉપસ્થિતિમાં એનસીપીનો હાથ પકડ્યો છે. એનસીપી સાથે જોડાયા બાદ એકનાથ ખડસે દ્વારા ભાજપ પર જોરદાર તીખા પ્રહારો કર્યા હતા અને ખડસે દ્વારા ભાજપને રીતસરની ધમકી પણ આપી દેવામાં આવી હતી કે જો મારી(ખડસેને)ની પાછળ ED મોલવામાં આવશે, તો હું તમારી CD તમારી સામે મુકીશ. મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા એકનાથ ખડસેએ વધુમાં કહ્યું કે, બીજેપીમાં મારે અનેક મુશ્કેલીઓમાંથી પસાર થવું પડ્યું. હું ક્યારેય પાછો નથી હટતો. પૂર્વે મારા પર આરોપ લગાવવા માટે કેટલીક મહિલાઓનો સાથ લેવામાં આવ્યો હતો, હું બધુ જાણુ છું…

eknath khadse quits bjp: bjp leader eknath khadse all set to join ncp -  ಬಿಜೆಪಿ ತೊರೆದು ಎನ್‌ಸಿಪಿಯತ್ತ ಹೆಜ್ಜೆ ಹಾಕಿದ ಏಕನಾಥ್ ಖಡ್ಸೆ!, Watch news Video |  Vijaya Karnataka

દિલ્હીમાં બેઠેલા દિગ્ગજોએ NCPમાં સામેલ થવાની સલાહ આપી

એકનાથ ખડસેએ કહ્યું કે, મને જણાવવામાં આવ્યું કે જો હું પાર્ટી બદલીશ તો તેઓ ઈડીને મારી પાછળ લગાવી દેશે. મે કહ્યું જો તમે મારી પાછળ ઈડી લગાવશો તો હું તમારી સીડી (CD) ચલાવીશ. બીજેપીથી નારાજ ખડસેએ કહ્યું કે, 40 વર્ષ સુધી ભાજપની સેવા કરવા છતા મને જે મળ્યું એ એસીબીની પૂછપરછ અને છેડતીનો કેસ કહી શકાય.

ખડસેએ વધુમાં કહ્યું કે, દિલ્હીમાં મારા કેટલાક દિગ્ગજ અને પીઢ નેતાઓએ મને એનસીપીમાં જોડાવાની સલાહ આપી હતી. ખડસેએ નામ આપ્યા વગર જ કહ્યું કે, બીજેપીમાં અનેક બીજા વરિષ્ઠ નેતા પણ છે જે બોલવા ઇચ્છે છે, પરંતુ તેઓ બોલી શકતા નથી. હાલ મારે જમીન કૌભાંડના આરોપોનો સામનો કરવો પડી રહ્યો હતો, પરંતુ હવે હું સામે લાવીશ કે કેટલાક લોકોએ કેટલી ભૂમિનું અધિગ્રહણ કર્યું છે. બસ, થોડીક રાહ જુઓ.

Set to join NCP, Eknath Khadse blames Devendra Fadnavis for his exit from  BJP - India News

ફડણવીસના કારણે ખડસેને સાઇડલાઇન કરાયા

એનસીપી પ્રમુખ શરદ પવારે કહ્યું કે, એકનાથ ખડસેએ એ તે જ કર્યું જે તેઓ ઇચ્છતા હતા. એકનાથ ખડસેની મહારાષ્ટ્ર કેબિનેટમાં સામેલ થવાની શક્યતાઓ પર પવારે કહ્યું કે કેબિનેટમાં કોઈ બદલાવ કરવામાં નહીં આવે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2015માં ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા બાદ એકનાથ ખડસેએ દેવેન્દ્ર ફડણવીસની સરકાર માંથી રાજીનામું આપ્યું હતુ. એકનાથ ખડસેના સમર્થકોનું કહેવું છે કે દેવેન્દ્ર ફડણવીસના કારણે જ તેમને સાઇડલાઇન કરવામાં આવ્યા છે. જો કે, ત્યાર બાદ તો 2019ની વિધાનસભા ચૂંટણીમાં એકનાથ ખડસેને ટિકિટ પણ આપવામાં આવી નહોતી. બાદમાં તો ખડસે દ્વારા દેવેન્દ્ર ફડણવીસ પર સીધો પ્રહાર કરવાનું શરુ કરવામાં આવ્યું હતુ