Pakistan/ FATFએ ફરી માર્યો ગ્રે-લિસ્ટનો ધબ્બો, કંગાળ પાક આર્થિક બરબાદીના રસ્તે સડસડાટ દોડતું થયું

વિશ્વ સંસ્થાન, ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ – FATF  દ્વારા પાકિસ્તાનને મોટો ઝટકો આપતા ફરી એકવાર પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં જ રાખ્યું છે. ઉલ્લેખનીય છે કે, FATF ની ઓનલાઈન યોજાયેલી બેઠકમાં પાકિસ્તાનને લઈ આ નિર્ણય લેવાયો છે. આજે શુક્રવારે સાજેં FATFએ એક નિવેદન જાહેર કરતા કહ્યું હતું કે, જેમાં પાકિસ્તાનની સરકાર આતંકવાદ વિરૂદ્ધ  27 મુસદ્દાને પૂર્ણ કરવામાં […]

Top Stories World
431667 imran khan FATFએ ફરી માર્યો ગ્રે-લિસ્ટનો ધબ્બો, કંગાળ પાક આર્થિક બરબાદીના રસ્તે સડસડાટ દોડતું થયું

વિશ્વ સંસ્થાન, ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ – FATF  દ્વારા પાકિસ્તાનને મોટો ઝટકો આપતા ફરી એકવાર પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં જ રાખ્યું છે. ઉલ્લેખનીય છે કે, FATF ની ઓનલાઈન યોજાયેલી બેઠકમાં પાકિસ્તાનને લઈ આ નિર્ણય લેવાયો છે. આજે શુક્રવારે સાજેં FATFએ એક નિવેદન જાહેર કરતા કહ્યું હતું કે, જેમાં પાકિસ્તાનની સરકાર આતંકવાદ વિરૂદ્ધ  27 મુસદ્દાને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહી હોવાનું કહેવામાં આવ્યું છે. FATF દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું છે કે, સંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધિત આતંકવાદીઓ વિરૂદ્ધ પાકિસ્તાન સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.

અમેરિકા-ફ્રાંસ સહિતના દેશો પણ પાકિસ્તાનની વિરૂદ્ધ

FATF ઉપરાંત નોમિનેટ કરનારા ચાર દેશો અમેરિકા, બ્રિટન, ફ્રાંસ અને જર્મની પણ પાકિસ્તાનની ધરતી પરથી ચલાવવામાં આવી રહેલી આતંકી ગતિવિધિઓ વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરવાની પ્રતિબદ્ધતાને લઈને સંતુષ્ઠ નહોતા. FATF એ પાકિસ્તાનને આતંકવાદી સંગઠનોને નાણાંકિય પ્રોત્સાહન આપવાને સંપૂર્ણ પણે રોકી દેવા માટે 27 મુસદ્દાની યાદી પૂર્ણ કરવાની જવાબદારી સોંપી હતી, જેમાંથી તેણે અત્યાર સુધીમાં માત્ર 21 જ મુસદ્દાઓ આંશીક રીતે પુરી કર્યા છે અને કેટલાક કામ તો કર્યા જ નથી.

ગ્રે લિસ્ટનાં કારણે પાકિસ્તાનને આવું નુંકશાન થઈ શકે છે

ગ્રે લિસ્ટમાં યથાવત રહેવાથી પાકિસ્તાનની આર્થિક સ્થિતિ કથળવાની અને આર્થિકક્ષેત્રે મોટો ફટકો પડવાનું નિશ્ચિત જોવામાં આવી રહ્યું છે. પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષ – IMF, વર્લ્ડ બેંક અને યૂરોપિયન યૂનિયન તરફથી મળતી અઢળક નાણાંકીય સહાયો હવે મળવી મુશ્કેલ બનશે. આ કારણે પહેલાથી કંગાળ સ્થિતિમાં રહેલા પાકિસ્તાનની આર્થિક હાલત વધારે ખરાબ થશે. આ દેશો ઉપરાંત અન્ય દેશો તરફથી પણ પાકિસ્તાનને આર્થિક મદદ અને મૂળી રોકાણ મળતું બંધ થઈ જશે. કારણ કે કોઈ પણ દેશ આર્થિક રીતે અસ્થિર દેશમાં રોકાણ કરતો નથી.

પાકિસ્તાનની GDPનું 90 ટકા તો દેવું

માધ્યમોનાં અહેવાલ પ્રમાણે, પાકિસ્તાનનું જાહેર દેવું આ વર્ષે જૂન સુધીમાં વધીને 37,500 અબજ પાકિસ્તાની રૂપિયા  અથવા તો કહો કે, GDPનાં 90 ટકા થઈ જશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, પાકિસ્તાન આ વર્ષે જ માત્ર દેવુ ચૂકવવા માટે જ 2800 અબજ રૂપિયાનો ખર્ચ કરશે, જે સંઘીય રાજસ્વ બોર્ડના અંદાજીત ટેક્ષ રિઝર્વના 72 ટકા છે. બે  વર્ષ પહેલા જ્યારે પાકિસ્તાન તહરીક-એ-ઈંસાફ સરકાર સત્તામાં આવી હતી ત્યારે જાહેર દેવું 24,800 લાખ કરોડ રુપિયા હતું જે હવે રોકેટ ગતિએ વધીને 37,500 લાખ થઇ રહ્યું છે.

પાકિસ્તાનને ક્યારે મુકવામાં આવ્યું હતું ગ્રે લિસ્ટમાં…

પાકિસ્તાનને જૂન 2018માં ગ્રે લિસ્ટમાં મુકવામાં આવ્યું હતું. ઓક્ટોબર 2018 અને ફેબ્રુઆરી 2019માં થયેલા રિવ્યુમાં પણ પાકિસ્તાનને કોઈ જ રાહત આપવામાં આવી નહોતી. પાકિસ્તાન FATF ની ભલામણો પર કામ કરવામાં નિષ્ફળ રહ્યું હોવાનાં સ્પષ્ટ છે. જો કે, પાકિસ્તાનમાં સ્થિત અને ફાલતા ફૂલતા આતંકી સંગઠનોને વિદેશોમાંથી અને ઘર આંગણેથી અધધધ નાણા સાથે આર્થિક મદદ મળી રહી હોવાની વિગતો પણ વિશ્વ સમક્ષ વારંવાર આવતી રહે છે.