ગમખ્વાર અકસ્માત/ વલસાડ નજીક સર્જાયો ત્રિપલ અકસ્માત, ત્રણ લોકોના કરૂણ મોત

અકસ્માતમાં ટેમ્પોમાં સવાર વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કનાડું ગામના મુકેશભાઈ ધોડી અને તેમના પત્ની સહિત  ટેમ્પોમાં સવાર અન્ય વ્યક્તિનું મોત નીપજ્યું હતું.

Top Stories Gujarat Others
a 169 વલસાડ નજીક સર્જાયો ત્રિપલ અકસ્માત, ત્રણ લોકોના કરૂણ મોત

રાજ્યમાં સતત એક પછી એક અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. સતત વધી રહેલી અકસ્માતની ઘટનાઓમાં અનેક માસૂમ લોકોને પોતાનો જીવ ગુમાવવો પડી રહ્યો છે. કોઈની બેદરકારીની સજા માસૂમ લોકોને મળી રહી છે. તે જ સમયે અકસ્માતની ઘટનામાં અનેકો લોકો ગંભીર રીતે ઘાયલ પણ થતાં હોય છે. ત્યારે આવામાં વધુ એક અકસ્માતની ઘટના વલસાડથી સામે આવી છે. અહીં ભિલાડ નજીક ત્રિપલ અકસ્માત ની ઘટના સામે આવી છે. જેમાં ત્રણ લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યાં છે. જ્યારે ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. બનાવની જાણ થતાં આસપાસના લોકો તેમજ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો :શિવાંશ માટે આવ્યા મોટા સમાચાર, પિતાએ બાળકનો દાવો જતો કરતા આ એજન્સી દત્તક માટે કરશે કાર્યવાહી

આ મામલે મળતી માહિતી અનુસાર, અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વલસાડના ભિલાડ નજીક બસ, ટ્રક અને ટેમ્પો વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં ત્રણ લોકોનાં મોત થયાં છે. ભિલાડ નજીક કનાડુ ગામના દંપતી સહિત 3 લોકોના મોત થયા છે, જ્યારે 4થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. તપાસ દરમિયાન મૃતક દંપતી કનાડુ ગામના ભાજપના અગ્રણી મુકેશભાઈ અને તેમની પત્ની હોવાનું સામે આવ્યું છે. તેઓ પત્ની સાથે પરત ઘરે ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં અકસ્માત નડ્યો હતો.

a 167 વલસાડ નજીક સર્જાયો ત્રિપલ અકસ્માત, ત્રણ લોકોના કરૂણ મોત

અકસ્માતમાં ટેમ્પોમાં સવાર વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કનાડું ગામના મુકેશભાઈ ધોડી અને તેમના પત્ની સહિત  ટેમ્પોમાં સવાર અન્ય વ્યક્તિનું મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો :રાજ્યમાં વધુ એક બાળક ત્યજી દેવાનો કિસ્સો, નડિયાદમાં અનાથશ્રમ બહાર મળ્યું નવજાત

મૃતક મુકેશભાઈ ધોડી તાલુકા પંચાયતના સભ્ય હોવાની સાથે મ્યુઝિકલ ઓરકેસ્ટ્રા પણ ચલાવતા હતા. આથી મોડી રાત્રે તેઓ પોતાના મ્યુઝિકલ ઓરકેસ્ટ્રાના સામાન અને માણસોને ટેમ્પોમાં લઈ અને પત્ની સાથે ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ભીલાડ ફાટક નજીક હાઇવે પર તેઓને અકસ્માત નડ્યો હતો અને ઘટનાસ્થળ પર જ તેમનું કરૂણ મોત નીપજયું હતું.

a 168 વલસાડ નજીક સર્જાયો ત્રિપલ અકસ્માત, ત્રણ લોકોના કરૂણ મોત

બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો. હાલ ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડીને પોલીસે અકસ્માતને મોતનો ગુનો દાખલ કરીને ઘટનાની વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, દિવાળીની રજાઓમાં વાંકાનેર પાસે એક કાર કૂવામાં ખાબકતા અમદાવાદના એક જ પરિવારના 4 સભ્યોનું કરૂણ મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો :સુરતમાં સગા બાપે 8 કલાકમાં કિશોરી પર બે વખત આચર્યું દુષ્કર્મ, આ રીતે ફૂટ્યો ભાંડો

આ પણ વાંચો :કચ્છ ભાજપ દ્વારા CM સાથે કરાઈ ચોંકાવનારી હરકત! તુલાવિધીના બોક્સમાં નીકળ્યું એવું કે..

આ પણ વાંચો :આરોગ્ય વિભાગના આઉટસોર્સિગ કર્મચારીઓને સરકાર દ્વારા ચુકવાયેલું બોનસ છેલ્લા છ વર્ષ નથી, કોણ