Not Set/ સૌરાષ્ટ્ર-કચ્છના અનેક ગામોમાં ગાજવીજ સાથે કરા અને વરસાદ

કોરોના વાઈરસની સાથે માવઠા એ પણ રાજ્યમાં મહેર કરી હોય તેવું લાગી રહ્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક તાલુકા અને ગામોમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે.

Gujarat Others Trending
bharuch aag 7 સૌરાષ્ટ્ર-કચ્છના અનેક ગામોમાં ગાજવીજ સાથે કરા અને વરસાદ

કોરોના વાઈરસની સાથે માવઠા એ પણ રાજ્યમાં મહેર કરી હોય તેવું લાગી રહ્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક તાલુકા અને ગામોમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે. જામનગર, અમરેલી અને કચ્છમાં કર સાથે  વરસાદી માહોલ જામ્યો છે. તો બીજી બાજુ કોરોના પણ સતત તેનો કહેર વરસાવી રહ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર કચ્છના રાપર શહેર અને આજુબાજુના ગામોમાં ગાજવીજ સાથે કરા સાથે વરસાદ વરસ્યો હતો. અડધો કલાક સુધી ગાજવીજ સાથે ધીમી ગતિએ વરસાદ થયો હતો. વરસાદ ના ઝાપટા ની સાથે કરા પણ પડયા હતા. વરસાદના લીધે શહેરમાં થી પાણી વહી નિકળ્યા હતા. રાપર શહેર ઉપરાંત નંદાસર, રવ, નીલપર, કલયાણપર, સહિત ના ગામો મા વરસાદ ના ઝાપટા પડયા હતા. ભર ઉનાળામાં ચોમાસામાં વરસાદ થાય તેવા વાતાવરણમાં વરસાદ થયો હતો. વરસાદ ના લીધે ખેતરમાં તૈયાર પાક ને નુકસાન થવા ની શક્યતા સેવાઇ રહી છે. વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ સાથે કરા પડ્યા હતા. માહોલમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.

અમરેલી

અમરેલીના ધારી પંથકમાં આજે ફરી વરસાદ શરૂ થયો હતો. સુખપુર, કાંગસા, મિઠાપુર, દલખાણીયા સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો હતો. તો સુખપુર અને કાંગરામાં કરા સાથે વરસાદ પડ્યો હતો. સતત વરસાદ થી કેરીના પાકને વ્યાપક નુકસાનની ભીતીસેવાઈ રહી છે.