સાબરકાંઠા/ અમરાપુર ગામે લગ્ન પ્રસંગે પોલીસની રેડ, વરરાજા સહિત 17 લોકો સામે નોંધાઈ ફરિયાદ

સાબરકાંઠાના અમરાપુર ગામે લગ્ન પ્રસંગે યોજાયેલા વરઘોડામાં પોલીસ ત્રાટકી હતી.. આ વરઘોડામાં લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા.. તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થતો જોવા મળ્યો હતો.

Top Stories Gujarat Others
A 283 અમરાપુર ગામે લગ્ન પ્રસંગે પોલીસની રેડ, વરરાજા સહિત 17 લોકો સામે નોંધાઈ ફરિયાદ
  • સાબરકાંઠા અમરાપુર ગામે લગ્ન પ્રસંગે પોલીસની રેડ
  • સ્વેચ્છિક લોકડાઉનનો ભંગ થતાં પોલીસ તપાસ
  • વરઘોડામાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો અભાવ
  • ડીજે સહિતનો માલસામાન પોલીસે જપ્ત કર્યો
  • પોલીસે 17 લોકો વિરૂધ્ધ નોંધી ફરિયાદ
  • વગર મંજૂરીએ લગ્ન અને વરઘોડો કાઢતા ફરિયાદ

સાબરકાંઠાના અમરાપુર ગામે લગ્ન પ્રસંગે યોજાયેલા વરઘોડામાં પોલીસ ત્રાટકી હતી.. આ વરઘોડામાં લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા.. તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થતો જોવા મળ્યો હતો. પોલીસે આ મામલામાં 17 લોકો વિરુદ્ધ ફરીયાદ દાખલ કરી, અને ડીજે સહિતનો સામાન જપ્ત કર્યો.

આ પણ વાંચો :લગ્નના તાંતણે બંધાય એ પહેલા કોરોના વોરીયર્સે ગુમાવ્યો જીવ, પરિવાર શોકમગ્ન

મળતી માહિતી અનુસાર,સાબરકાંઠા જિલ્લામાં કોરોના મહામારીને પગલે સ્વૈચ્છિક લોકડાઉન છતા પ્રાંતિજના અમરાપુર ગામે મંજૂરી વગર લગ્ન પ્રસંગ યોજતા પોલીસે રેડ પાડી હતી. વરઘોડામાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક વગર મોટી સંખ્યામાં લોકો થયા હતાં. પોલીસે સ્વૈચ્છિક લોકડાઉનનો ભંગ કરવા બદલ મંડપ, ડીજે, ફોટોગ્રાફર, ઘોડા ચાલક, વરરાજા અને વરરાજાના પિતા સહિત 17 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો :અમદાવાદમાં ગુંડારાજ જેવી સ્થિતિ, માત્ર 300 રૂપિયા માટે કરાઈ યુવકની હત્યા

ઉલ્લેખનિય છે કે, આ પહેલા સાબરકાંઠા જિલ્લામાં ઇડરના માથાસુરમાં લગ્ન પ્રસંગે કાજલ મહેરિયાનો કાર્યક્રમ હતો. વગર મંજૂરીએ કાર્યક્રમ યોજાતા મોડીરાતે પોલીસ ત્રાટકી હતી. કાર્યક્રમમાં સોસીયલ ડિસ્ટન્સ ના ધજાગરા ઉડી રહ્યા છે. મંજૂરી વિના મોટો કાર્યક્રમ યોજાતા તંત્ર માં ખળભળાટ જોવા મળી રહ્યો છે. માથાસુર ગામના 3 આયોજકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

આ પણ વાંચો :જમીનનો ખોટો દસ્તાવેજ કરી દેનારા બાયડનાં સબ-રજીસ્ટ્રાર સામે ખાતાકીય તપાસની માંગ

આ પણ વાંચો :ગુજરાત હાઈકોર્ટે સરકારનો ફરી લીધો ઉધડો , રેમડેસિવિર વિતરણ માટે નીતિ વિષયક નિર્ણય લેવા નિર્દેશ

Untitled 39 અમરાપુર ગામે લગ્ન પ્રસંગે પોલીસની રેડ, વરરાજા સહિત 17 લોકો સામે નોંધાઈ ફરિયાદ