Vaccine/ કોરોના રસીકરણના એક દિવસ પછી શરૂ થતું પોલિયો રસીકરણ આરોગ્ય મંત્રાલયે કર્યું રદ

National, polio, immunization, programme, deferred, till, further, notice, ministry, health,

Top Stories India
corona 9 કોરોના રસીકરણના એક દિવસ પછી શરૂ થતું પોલિયો રસીકરણ આરોગ્ય મંત્રાલયે કર્યું રદ

આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય દ્વારા આગામી સૂચના સુધી રાષ્ટ્રીય પોલિયો રસીકરણ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રાલયે રાષ્ટ્રીય પલ્સ પોલિયો મિશન ‘આગામી આદેશ’ સુધી બંધ કરી દીધું છે. 9 જાન્યુઆરીએ જારી કરાયેલા એક આદેશમાં સરકારે કહ્યું કે કોરોના સામે રસીકરણ 16 જાન્યુઆરીથી દેશમાં શરૂ થઈ રહ્યું છે. આ હુકમથી પોલિયો રસીકરણ કાર્યક્રમ રદ કરવા માટે સ્પષ્ટ કારણ આપવામાં આવ્યું નથી. આદેશમાં જણાવાયું છે કે આ નિર્ણય ‘અણધાર્યા સંજોગો’ને કારણે લેવામાં આવ્યો છે.

જોકે રાજ્યોને આ હુકમની નકલ મળી નથી, તેમ છતાં પોલિયો કાર્યક્રમ અંગેની વ્યવસ્થાઓને રદ કરવાનું કહેવામાં આવ્યું છે. કોરોના રસીકરણના એક દિવસ પછી 17 જાન્યુઆરીએ ભારતમાં પલ્સ પોલિયો રસીકરણ શરૂ થવાની હતી, જે અંતર્ગત પાંચ વર્ષથી ઓછી ઉંમરના લાખો બાળકોને પોલિયો અપાવવાનો છે.

Political / કોંગ્રેસનો અંતરીક વિખવાદ પહોચ્યો પોલીસ મથકે, આ જીલ્લા પ્રમુખ…

Political / કોંગ્રેસનો અંતરીક વિખવાદ પહોચ્યો પોલીસ મથકે, આ જીલ્લા પ્રમુખ…

Crime / મોટી માત્રામાં નકલી નોટ સાથે એક શખ્સ ઝડપાયો…

નોધનીય છે કે, કોરોના રસીકરણનો પ્રથમ તબક્કો 17 જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યો છે. આ અંતર્ગત ત્રણ કરોડ આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટ લાઈન કામદારોને કોરોના રસી આપવામાં આવશે. મુખ્ય પ્રધાનો સાથેની ચર્ચા દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે અમારે એ સુનિશ્ચિત કરવું પડશે કે સામાન્ય રીતે અન્ય રોગો માટે ચાલતી રસી કાર્યક્રમ પર પણ અસર ન પડે.

રાષ્ટ્રીય આરોગ્ય મિશન પર દર વર્ષે યોજાતો પોલિયો કાર્યક્રમ એક અગત્યનો કાર્યક્રમ છે. તે 17 જાન્યુઆરીથી શરૂ થાય છે જે રાષ્ટ્રીય રસીકરણ દિવસ પણ છે. આ અંતર્ગત, 17.2 કરોડ બાળકોને પોલિયોની દવા આપવામાં આવે છે, જે તેમને પોલિયોના વાયરસથી સુરક્ષિત કરે છે. ભારતમાં પોલિયોનો છેલ્લો કેસ વર્ષ ૨૦૧૧ માં નોંધવામાં આવ્યો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…