Ahmedabad News : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સટ્ટો રમતા ત્રણ સટોડિયાની પોલીસે ધરપકડ કરી છે. મોબાઈલ એપ્લિકેશન પર સ્ટોડિયમની અંદર જ સટ્ટો રમતા આ સડોડિયાઓને પોલીસે રંગેહાથ દબોચી લીધા હતા.
આ કેસની વિગત મુજબ મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગઈ કાલે ગુજરાત ટાઈટન્સ અને સનરાઈજ હૈદરાબાદ ક્રિકેટ મેચ રમાઈ રહી હતી. દરમિયાન કેટલાક શખ્સો સ્ટેડિયમની અંદર જ સટ્ટો રમી રહ્યા હોવાની માહિતી પોલીસને મળી હતી.
જેને આધારે પોલીસે તપાસ હાથ ધરીને સ્ટેડિયમમાં સટ્ટો રમતા ત્રણ સટોડિયાને રંગેહાથ પકડ્યા હતા. પુછપરછમાં આરોપીઓએ તેમના નામ પ્રિયંક દરજી, શુભમ પરમાર અને દિપકકુમાર મોહના હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેમની પાસેથી મોબાઈલ કબજે કર્યા હતા.
તપાસમાં આરોપીઓ આઈપીએલ મેચ પર એક ચોક્કસ એપ્લિકેશનની મદદથી સટ્ટો રમતા હતા.ચાંદખેડા પોલીસે આ અંગે ત્રણ જેટલા ગુના નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની તપાસમાં 3 બુકીઓના નામ ખુલતા પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:રાજ્યમાં ગરમીમાં આંશિક ઘટાડો, અમદાવાદમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું
આ પણ વાંચો:25 વર્ષ પહેલા નિર્દોષ છુટેલા વ્યક્તિને હાઈકોર્ટે પત્નીની હત્યા કેસમાં આપી આજીવન કેદની સજા
આ પણ વાંચો:44 કરોડના ખર્ચે બનેલ ઓવરબ્રિજમાં ફરી ગાબડાં,દુર્ઘટના થશે તો જવાબદાર કોણ?