સુરેન્દ્રનગર/ 44 કરોડના ખર્ચે બનેલ ઓવરબ્રિજમાં ફરી ગાબડાં,દુર્ઘટના થશે તો જવાબદાર કોણ?

ઓવરબ્રિજ પર 10 ફૂટનું ગાબડું પડ્યા  છતાં બ્રિજ પર થી બેફામ ઓવરલોડ ડમ્પરો તેમજ મોટા વાહનો પસાર થતા હોવાના કારણે 4 વર્ષ પહેલાં બનેલો બ્રિજ જર્જરિત બની રહ્યો છે.

Gujarat Top Stories Others
YouTube Thumbnail 2024 03 30T181240.966 44 કરોડના ખર્ચે બનેલ ઓવરબ્રિજમાં ફરી ગાબડાં,દુર્ઘટના થશે તો જવાબદાર કોણ?

@અશોક રામી 

Surendranagar News: સુરેન્દ્રનગર  વઢવાણ સંયુક્ત નગરપાલિકા દ્વારા  ગોકુલ હોટલથી બહુચર હોટલ,  નવાં જંકશન ને જોડતો ઓવરબ્રિજ સુરેન્દ્રનગર માં બનાવ્યો છે 4 વર્ષ પહેલાં 44 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ ઓવરબ્રિજને તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વરદ હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો ત્યારે ચાર વર્ષમાં ચારથી વધુ વખત ઓવરબ્રિજ પર ગાબડા પડ્યા છે આજે ફરી ઓવરબ્રિજ પર 10 ફૂટનું ગાબડું પડતાં કોન્ટ્રાક્ટરની વધુ એક વખત નબળી કામગીરી સામે આવી છે.

ઓવરબ્રિજ પર ગાબડા પડ્વા છતાં નગરપાલિકાના તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં આવતાં નથી ત્યારે કોન્ટ્રાક્ટર ને નગરપાલિકાનાં પદ અધિકારીઓને અધિકારીઓ સામે શહેર જનો દ્વારા મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે અનેક વખત કમલેશભાઈ કોટેચા ને શહેરીજનો દ્વારા નગરપાલિકા માં રજૂઆત કરવામાં આવી હતી તો પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તંત્ર કોઇ મોટી દુર્ઘટના બને તેની રાહ જોઈ ને બેઠું હોય તેમ લાગે છે.

ઓવરબ્રિજ પર 10 ફૂટનું ગાબડું પડ્યા  છતાં બ્રિજ પર થી બેફામ ઓવરલોડ ડમ્પરો તેમજ મોટા વાહનો પસાર થતા હોવાના કારણે 4 વર્ષ પહેલાં બનેલો બ્રિજ જર્જરિત બની રહ્યો છે.કોન્ટ્રાકટર સામે પગલાં ભરવા શહેરીજનોની માગ ઉઠી છે.હાલ પાલિકાએ ગાબડું પડ્યું ત્યાં ટ્રેક્ટર મૂકી સતોષ માન્યો છે.

અગાઉ પણ અનેક વખત બ્રિજમાં ગાબડા પડવાની ઘટના બની છે.બ્રિજ પર ગાબડા તો પડયા સાથે સાથે અમુક સાઈડો તરફ તિરાડો પણ પડી રહી છે,સ્થાનિકોનું કહેવું છે કે આ બ્રિજ પરથી રોજના હજારો લોકો અવરજવર કરતા હોય છે.દર વખતની જેમ તંત્ર ગાબડા પર થિગડા મારી દે છે,તો જે કોન્ટ્રાકટરે બ્રિજ બનાવ્યો છે તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.અને તેની બેદરકારી સ્થાનિકોને સહન કરવી પડે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં કોરોનાએ ફરીથી માથુ ઉચક્યુ, એક્ટિવ કેસ 53ને પાર, એકનું મોત

આ પણ વાંચો:રાજકોટ મહાનગર પાલીકા દ્વારા સંચાલીત પ્રાણી સંગ્રલાયમાં સફેદ વાધના બે બચ્ચાનો જન્મ થયો

આ પણ વાંચો:કોંગ્રેસમાં ગાબડા યથાવત્: સાબરકાંઠાના મહામંત્રી ડી.ડી.રાજપૂતે પક્ષ છોડ્યો

આ પણ વાંચો:ભાજપના નેતા અર્જુન મોઢવાડિયાનો રાસ રમતો વિડીયો વાયરલ

આ પણ વાંચો:ગુજરાતમાં સોનાએ 70,000ની ઐતિહાસિક સપાટી વટાવી