Not Set/ ઇમરાન નગરમાં બે લોકોએ કરી આત્મહત્યા, કારણ હજુ અકબંધ

વાપી, વાપીના ઇમરાન નગર ખાતે આવેલ દ્વારકેશ ગેસ્ટહાઉસ અને ઇમરાન મેન્શનમાં બે અલગ અલગ જગ્યાએ બે ઇસમ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, મળતી માહિતી મુજબ ગઇકાલે સાંજે ચાર વાગ્યાની આસપાસ ઇમરાન નગર ખાતે આવેલ દ્વારકેશ ગેસ્ટ હાઉસમાં એક મારવાડી ઈસમ જેનું નામ મનોજ ભગા ભારતીય મૂળ રહેવાસી રાજસ્થાન બાડમેર જે ગેસ્ટ હાઉસના રૂમની અંદર સુસાઇડ નોટ […]

Top Stories Gujarat Others
mantavya 582 ઇમરાન નગરમાં બે લોકોએ કરી આત્મહત્યા, કારણ હજુ અકબંધ

વાપી,

વાપીના ઇમરાન નગર ખાતે આવેલ દ્વારકેશ ગેસ્ટહાઉસ અને ઇમરાન મેન્શનમાં બે અલગ અલગ જગ્યાએ બે ઇસમ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું,

મળતી માહિતી મુજબ ગઇકાલે સાંજે ચાર વાગ્યાની આસપાસ ઇમરાન નગર ખાતે આવેલ દ્વારકેશ ગેસ્ટ હાઉસમાં એક મારવાડી ઈસમ જેનું નામ મનોજ ભગા ભારતીય મૂળ રહેવાસી રાજસ્થાન બાડમેર જે ગેસ્ટ હાઉસના રૂમની અંદર સુસાઇડ નોટ લખી અને રૂમ લોક કરીને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું.

હોટલના સ્ટાફ જ્યારે ચેક આઉટ માટે રૂમમાં મનોજને પૂછવા ગયા હતા, ત્યારે મનોજે દરવાજો ન ખોલતાં હોટલના સ્ટાફ મળી રૂમનો દરવાજો તોડી નાંખ્યો તો ખબર પડી આ ઇસમે ગળે ફાંસો ખાઈ લીધો છે.

તો બીજી તરફ ઇમરાન નગરમાં જ સાંજે પાંચ વાગ્યાની આસપાસ ઇમરાન નગર ખાતે આવેલી ઈમરાન મેન્શનની અંદર એક સોળ વર્ષનો મોહમ્મદ અફઝલ અલીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું મોહમ્મદ અફઝલે દસ દિવસ પહેલાજ પોતાના ગામ ઉત્તરપ્રદેશથી વાપી ખાતે પિતા પાસે આવ્યો હતો.

અફઝલના પિતા વાપી ખાતે વોચમેનની નોકરી કરતો હતો જ્યારે અફઝલ સુસાઈડ કરેલો ત્યારે એના પિતા ઘરે હાજર ન હતા આ બન્ને સુસાઈડ કયા કારણોસર કરવામાં આવ્યું એ હજી સુધી સ્પષ્ટ નથી થયું જોકે આ મામલે પોલીસે લાશને કબજે લઇ પોસ્ટમોર્ટમ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.