ગુજરાતમાં ભાજપની નવી સરકાર આજે રચાશે, આજે ભૂપેન્દ્ર પટેલ બીજી વાર મુખ્ય મંત્રીપદના શપથ લેશે. ત્યારે ગાંધીનગરમાં રાજ્યના મંત્રીમંડળના શપથગ્રહણ પહેલા લીલા હોટેલ ખાતે તમામ ચીફ ગેસ્ટ પહોંચ્યા છે. શપથવિધિમાં બોલાવેલા ભાજપ શાસિત રાજ્યોના તમામ વીવીઆઈપીઓને લીલા હોટલ ખાતે લાવવામાં આવ્યા છે અને આમંત્રિત મહેમાનોને ભોજન બાદ શપથવિધિમાં લઈ જવામાં આવશે.
ગાંધીનગરમાં ભાજપની નવી સરકારના શપથવિધિ પહેલા તમામ ધારાસભ્યો માટે જમણવારનું આયોજન કરાયું છે. તમામ ધારાસભ્યોને પહેલા હોટલ લીલા લઈ જવાશે. જ્યાં લંચનું આયોજન કરાયું છે. અને લંચ બાદ તમામને એક સાથે શપથવિધિ કાર્યક્રમમાં લઈ જવાશે. ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડમાં શપથવિધિનું આયોજન કરાયું છે.
ધારાસભ્યો અને ભાજપના ટોચના મંત્રીઓ હોટેલ લીલા ખાતે પહોચ્યા છે. રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા પહોચ્યા હોટેલ પર પહોંચ્યા હતા. કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલ અને સર્વાનંદ સોનાવલ સ્વામી પહોચ્યા, આ ઉપરાંત કેન્દ્રીય પ્રધાન અમિત શાહ ત્યાં પહોંચી ગયા છે. આ ઉપરાંત વિધાનસભ્ય મોહન ડોડિયા, વિધાનસભ્ય કાંતિ અમૃતિયા, રમણભાઈ પાટકર પહોંચ્યા છે.
બપોરે બારવાગે ભોજન સમારંભમાં ભાજપના બધા વિધાનસભ્યો ભાગ લઈ રહ્યા છે. વડાપ્રધાન મોદી સાથે તેઓ ભોજન ગ્રહણ કરશે.વડાપ્રધાનને પસંદગીની વાનગીઓ પીરસવામાં આવશે. ગુજરાતની ફેમસ વાનગીઓ તેમને પીરસાશે. આ વાનગીઓમાં કચ્છ, કાઠિયાવાડ, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતની વિવિધ વાનગીઓનો રસ થાળ પીરસાશે.
સાત અલગ-અલગ જાતના સૂપ પીરસવામાં આવશે. દસ જાતના સ્ટાર્ટર હશે, નવ જાતના સલાડ હશે. ગુજરાતની રસવાળા બટાટાનું શાક, રીંગણાનો ઓળો, સૌરાષ્ટ્રની ચાપટી, પાત્રા તુરિયાનું શાક, સેવટામેટાનું શાક, સુરતી ઊંધિયુ તેમજ ગુજરાતી વાલ અને તુવેરટોઠાનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેની સાથે-સાથે બાજરાનો રોટલો, ફુલકા રોટલી, થેપલા અને તંદુરી સાથે અલગ-અલગ નાન પીરસવામાં આવશે.
આ સિવાય કેટલીક પંજાબી વાનગીઓને પણ સ્થાન અપાયું છે.તેમા સરસો દા સાગ, પનીર બટર મસાલા, અમૃતસરી છોલે, દાલ મખની, મક્કે કી રોટી, કુલચાને સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજસ્થાની દાલ બાટીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય મીઠાઈમાં કેસર જલેબી, ગાજરનો હલવો, મગની દાળનો હલવો, રસ અંગૂરી, ચૂરમાના લાડુ, મોહન થાળનો સમાવેશ કરવામાં આવ્યો છે. 14થી વધુ ડેઝર્ટને સ્થાન આપવામાં આવ્યું છે. આ સિવાય વિવિધ પ્રકારના પાપડ, કચુંબર અને છાશના ભોજન પીરસાશે.
આ વાનગીઓ બનાવવા માટે ખાસ કારોગરો બાલાવાયા છે. આ કારીગરો ગુજરાતી, રાજસ્થાની, કચ્છ, કાઠિયાવાડ અને પંજાબી વાનગીઓ બનાવી રહ્યા છે. વડાપ્રધાન મોદી ઉપરાંત વિવિધ રાજ્યના વીવીઆઇપીઓને ધ્યાનમાં રાખીને તેમના અનુકૂળ મેનુનો સમાવેશ આ ભાજન સમારંભમાં કરાયો છે.
આ પણ વાંચોઃ