Rajkot News/ રાજકોટમાં આંગણવાડી ફૂડ પેકેટની ચોરીનો પ્રયાસ નિષ્ફળ, 36 બાચકા જપ્ત

રાજકોટની શાળા નંબર 78 ખાતે આવેલી આંગણવાડીમાંથી બાળકો અને સગર્ભા માતાઓ માટેના ફૂડ પેકેટની 36 બેગ ચોરી કરવાનો પ્રયાસ થયો.

Top Stories Gujarat Rajkot Breaking News
Anganwadi

Rajkot News: રાજકોટ શહેરની શાળા નંબર 78 ખાતેના આંગણવાડી કેન્દ્રમાંથી બાળકો અને સગર્ભા માતાઓ માટે બનાવાયેલ 36 બેગ ફૂડ પેકેટની ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ બાળ વિકાસ પ્રોજેક્ટ અધિકારી (CDPO) ના સમયસર હસ્તક્ષેપને કારણે આ કૌભાંડ નિષ્ફળ ગયું.

Anganwadi

આંગણવાડીમાં (Anganwadi) ફૂડ પેકેટ કૌભાંડ

અહેવાલો અનુસાર, આંગણવાડી (Anganwadi) કેન્દ્રમાંથી ફૂડ પેકેટ ભરેલી ઓટો-રિક્ષા ભગાડવામાં આવી રહી હતી તે જ સમયે CDPO ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તપાસ દરમિયાન, રિક્ષામાંથી કુલ 36 બેગ જપ્ત કરવામાં આવી હતી, જેમાં બાલશક્તિની 17 બેગ, માતૃશક્તિની 7 બેગ અને પૂર્ણાની 12 બેગનો સમાવેશ થાય છે. રિક્ષા ચાલકની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ ખોરાક આજીદામ પાછળ રામવન નજીક મૂકવાનો હતો. નોંધપાત્ર વાત એ છે કે, આંગણવાડીના ડિરેક્ટર નજમા બેન પઠાણ તે સમયે ગેરહાજર હતા, કારણ કે તેઓ બે દિવસથી રજા પર હતા. ખોરાક લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે આંગણવાડી કેન્દ્રમાં કોઈ જવાબદાર વ્યક્તિ હાજર નહોતો.

કૌભાંડ મામલે મહિલા હેલ્પરનું સામે આવ્યું નિવેદન

આંગણવાડી મહિલા સહાયકે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે,”અમારી આંગણવાડી માંથી (Anganwadi) કોઈ ખોરાક કાઢવામાં આવ્યો નથી. ગઈકાલે જ્યારે હું ગઈ હતી ત્યારે બધી બેગ અહીં હતી 36 ફૂડ પેકેટ હતા જે અત્યારે પણ છે. આંગણવાડીમાં કોઈપણ પ્રકારનું કૌભાંડ કરવામાં આવ્યું નથી.” જોકે, આ કેસમાં પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કારણ કે સીડીપીઓની તપાસમાં રિક્ષામાં આટલો ખોરાક મળી આવ્યો હતો. આ ખોરાકને અન્યત્ર વાળવાના પ્રયાસ પાછળ કોણ હતું તે નક્કી કરવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાએ ફરી એકવાર આંગણવાડી યોજના હેઠળ બાળકો અને માતાઓને આપવામાં આવતા પોષણનું મહત્વ ઉજાગર કર્યું છે. સત્તાવાર તપાસ પછી જ સત્ય બહાર આવશે.

Anganwadi

કોર્પોરેશનના વિપક્ષી નેતા વશરામ સાગઠીયાનું નિવેદન

આ સમગ્ર મામલે કોર્પોરેશનના વિપક્ષી નેતા વશરામ સાગઠીયાનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમને જણાવ્યુ કે મહિલા ભાજપ પ્રમુખ આંગણવાડી (Anganwadi) કેન્દ્રના સંચાલક છે. આ મામલે અમે મનપા કમિશનર, કલેકટરને પત્ર લખીશું,સમગ્ર કૌભાંડ મામલે તપાસ કરવામાં આવે. વધુમાં કહ્યું કે અગાઉ પણ બાળકોના ભોજનમાં ગેરરીતિઓ સામે આવી છે. ફરી એક વખત આ પ્રકારે ફૂડ પેકેટમાં કૌભાંડ કરવામાં આવ્યું છે. આવા કૌભાંડીયો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી વશરામ સાગઠીયાએ વાત કહી હતી.


whatsapp જાહેરાત સફેદ ફોન્ટ મોટી સાઈઝ 2 4 બળાત્કાર બળાત્કાર છે, પતિ એ પતિ સાથે કરે છે: ગુજરાતી હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજ્યમાં 53,000થી વધુ આંગણવાડી કેન્દ્રો કાર્યરત વધુ 170 આંગણવાડી કેન્દ્રોના ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન

આ પણ વાંચો:બાળકોની સુષુપ્ત શક્તિઓને ખીલવવી એ જ આંગણવાડીનું ઉત્તમ કર્મ: ગુજરાત બાળ અધિકાર સંરક્ષણ આયોગ અધ્યક્ષ

આ પણ વાંચો:વલસાડના ધરમપુરની આંગણવાડીમાં અનાજની ગુણવત્તા પર ગંભીર પ્રશ્નો, ચોખામાં કાંકરા મળ્યા