UAE News: યમનમાં ચાલતા લાંબા સમયથી ચાલતા સંઘર્ષ વચ્ચે, સંયુક્ત આરબ અમીરાત (UAE) એ પોતાની સેના સંપૂર્ણ રીતે પરત ખેંચવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. સાઉદી અરેબિયા દ્વારા કરાયેલા તાજેતરના હવાઈ હુમલાઓ(Saudi Airstrike) બાદ UAE સરકારે આ નિર્ણય જાહેર કર્યો છે.

સાઉદી એરસ્ટ્રાઈક (Saudi Airstrike)બાદ 24 કલાકમાં યમન છોડવાનો આદેશ
UAEના સંરક્ષણ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, યમનમાં તૈનાત તમામ UAE સૈનિકોને 24 કલાકની અંદર દેશ છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ આદેશ હેઠળ બખ્તરબંધ વાહનો, સૈનિક સાધનો અને હથિયારોને પણ પરત લાવવામાં આવી રહ્યા છે. UAEએ સ્પષ્ટ કર્યું છે કે આ નિર્ણય તાત્કાલિક સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લેવાયો છે.
આતંકવાદ વિરોધી દળોની પણ પરતફેર
UAE લાંબા સમયથી યમનમાં આતંકવાદ વિરોધી અભિયાનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું હતું. અલ-કાયદા અને ISIS જેવી આતંકી સંસ્થાઓ સામે UAEના વિશેષ દળો કાર્યરત હતા. હવે આ તમામ ટીમોને પણ પરત બોલાવવામાં આવી રહી છે, જે યમનના સુરક્ષા માહોલ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.

UAE પર અલગતાવાદીઓને સમર્થન આપવાનો આરોપ
યમન સરકાર અને કેટલાક આંતરરાષ્ટ્રીય અહેવાલોમાં UAE પર દક્ષિણ યમનના અલગતાવાદી જૂથોને સમર્થન આપવાનો આરોપ લાંબા સમયથી લાગતો રહ્યો છે. UAEએ આ આરોપોનો ઇનકાર કર્યો છે, પરંતુ બખ્તરબંધ ગાડીઓ અને અદ્યતન હથિયારો અલગતાવાદીઓને આપવામાં આવ્યા હોવાના આક્ષેપો ચર્ચામાં રહ્યા છે.

સાઉદી અરેબિયાનો હવાઈ હુમલો કેમ મહત્વનો?
સાઉદી અરેબિયા યમનમાં હૂતી બળવાખોરો સામે લડાઈ લડી રહ્યું (Saudi Airstrike) છે. તાજેતરમાં સાઉદી દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાઓ (Saudi Airstrike)માં યમનના અનેક વિસ્તારો અસરગ્રસ્ત થયા હતા. આ હુમલાઓ (Saudi Airstrike)માં UAE સાથે સંકળાયેલા વિસ્તારો નજીક પણ કાર્યવાહી થઈ હોવાની ચર્ચા છે, જેના કારણે બંને દેશો વચ્ચે તણાવ વધ્યો હોવાનું માનવામાં આવે છે.
ગલ્ફ દેશોમાં વધતો તણાવ
UAE અને સાઉદી અરેબિયા સામાન્ય રીતે નજીકના સાથી દેશો માનવામાં આવે છે, પરંતુ યમન મુદ્દે બંનેના હિતો અલગ-અલગ હોવાનું હવે સ્પષ્ટ થતું જાય છે. UAEનો સેના પરત ખેંચવાનો નિર્ણય ગલ્ફ રાજનીતિમાં નવી સમીકરણો ઉભા કરી શકે છે.
યમન યુદ્ધ પર તેની અસર
યમનમાં પહેલેથી જ માનવતાવાદી સંકટ ઊંડું છે. લાખો લોકો ભુખમરી અને રોગચાળાની ઝપેટમાં છે. UAEની સેના પરત જવાથી ત્યાંની સુરક્ષા સ્થિતિ વધુ નબળી બની શકે છે અને હૂતી બળવાખોરોને ફાયદો થઈ શકે છે.
વિશ્વના અનેક દેશો અને સંયુક્ત રાષ્ટ્રએ આ નિર્ણય પર નજર રાખી છે. કેટલાક વિશ્લેષકો માને છે કે UAEનો આ પગલું શાંતિ વાતચીત તરફનું પહેલું સંકેત હોઈ શકે છે, જ્યારે કેટલાક તેને વ્યૂહાત્મક પછાતપણા તરીકે જોઈ રહ્યા છે.
આ પણ વાંચો:પાકિસ્તાનની UAE સામે મેચ, ICCનો દાવો છે કે વિવાદાસ્પદ રેફરીને આરામ આપવામાં આવશે!
આ પણ વાંચો:ટ્રમ્પ ટેરિફ પર ઈરાનને ભારતને આપ્યું મજબૂત સમર્થન, PM મોદીએ કરી UAEના રાષ્ટ્રપતિ સાથે વાત કરી!
આ પણ વાંચો:UAEની ઊંચી ફી પર ફાસ્ટ-ટ્રેક વિઝા આપતી જાહેરાતો સામે ICPની ચેતવણી!
