Not Set/ સ્પોર્ટ્સ કીટ ફેકીને આપી રહેલા મંત્રી પર ગુસ્સે થયા સ્પોર્ટ્સ મંત્રી રાજયવર્ધનસિંહ રાઠોડ, કહ્યું આ અસ્વીકાર્ય વર્તન છે

કર્ણાટક રાજ્યનાં રેવેન્યુ મીનીસ્ટર આરવી દેશપાંડેનો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં ઇવેન્ટમાં નેશનલ, સ્ટેટ અને જીલ્લા લેવલના એથ્લેટીસ હાજર હતા. દેશપાંડે આ એથ્લીટસને સ્પોર્ટ્સ કીટ ફેકીને આપી રહ્યાં હતા. વિડીયોમાં સાફ દેખાઈ રહ્યું છે કે મંત્રી રમતવીરોને સ્પોર્ટ્સ કીટ હાથોહાથ આપવાને બદલે ફેકીને આપી રહ્યાં છે.  આ વિડીયો બાદ બીજેપી સરકારે પણ એમનાં […]

Top Stories India Trending

કર્ણાટક રાજ્યનાં રેવેન્યુ મીનીસ્ટર આરવી દેશપાંડેનો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં ઇવેન્ટમાં નેશનલ, સ્ટેટ અને જીલ્લા લેવલના એથ્લેટીસ હાજર હતા. દેશપાંડે આ એથ્લીટસને સ્પોર્ટ્સ કીટ ફેકીને આપી રહ્યાં હતા.

વિડીયોમાં સાફ દેખાઈ રહ્યું છે કે મંત્રી રમતવીરોને સ્પોર્ટ્સ કીટ હાથોહાથ આપવાને બદલે ફેકીને આપી રહ્યાં છે.

આ વિડીયો બાદ બીજેપી સરકારે પણ એમનાં પર પ્રહાર કર્યો હતો કારણકે સ્વાભાવિક વાત છે કે કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીની સંયુક્ત પાર્ટીની સરકાર છે અને બીજેપી વિરોધી પાર્ટી છે.

આ ઘટના પર દેશનાં સ્પોર્ટ્સ મંત્રી રાજયવર્ધનસિંહ રાઠોડનું પણ ધ્યાન પડ્યું છે અને એમણે ટ્વીટ કર્યું હતું કે, ‘આ એકદમ અસ્વીકાર્ય વર્તન છે. મિસ્ટર દેશપાંડે મહેરબાની કરીને તમે તમારા હોદ્દાની અને રમતવીરોની પ્રતિષ્ઠાને નીચી પાડો નહી.’