તાજેતરમાં તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો મંગળવારે આસનસોલના સાંસદ પદેથી રાજીનામું આપે તેવી શક્યતા છે. સુપ્રિયોએ સાંસદ પદેથી રાજીનામાની ઔપચારિકતા પૂર્ણ કરવા માટે સ્પીકર ઓમ બિરલાને પત્ર લખ્યો હતો. તેના પર તેમને મંગળવારે સવારે 11 વાગ્યાનો સમય આપવામાં આવ્યો છે. જો કે, સુપ્રિયો તરફથી હજુ સુધી કોઈ પુષ્ટિ મળી નથી.
પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર સુપ્રિયો મંગળવારે સવારે દિલ્હી જવા રવાના થશે અને રાજીનામાની ઔપચારિકતા પૂર્ણ કરશે. અગાઉ, તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા પછી તરત જ, સુપ્રિયોએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ સાંસદ તરીકે ચાલુ રહેશે નહીં કારણ કે તે અનૈતિક હશે. તેઓ ભાજપની ટિકિટ પર આસનસોલના સાંસદ ચૂંટાયા હતા અને તેઓ હવે ભાજપમાં નથી. 18 સપ્ટેમ્બરે તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયેલા સુપ્રિયોએ અગાઉ જાહેરાત કરી હતી કે તેઓ રાષ્ટ્રપતિને મળ્યા બાદ રાજીનામું આપશે.
રાજકારણ છોડવાનો નિર્ણય લીધો
જોકે, કેટલાક એવા કિસ્સાઓ છે કે જ્યાં સાંસદો અને ધારાસભ્યો પાર્ટી છોડ્યા પછી પણ પોતાનું પદ છોડતા નથી. જોકે, લગભગ એક મહિના પછી, પૂર્વ કેન્દ્રીય મંત્રી મંગળવારે રાજીનામું આપે તેવી શક્યતા છે. બાબુલ આસનસોલ સંસદીય મતવિસ્તારમાંથી 2014 અને 2019 માં બે વખત જીત્યા હતા. તેઓ નરેન્દ્ર મોદી મંત્રાલયમાં કેન્દ્રીય રાજ્યમંત્રી પણ બન્યા હતા, પરંતુ કેબિનેટમાં ફેરબદલ કરવામાં આવી.અને તેમને મંત્રી પદેથી દુર કરવામાં આવ્યા હતા. તે પછી તેમણે રાતોરાત રાજકારણ છોડવાની જાહેરાત કરી અને થોડા દિવસોમાં જ TMC માંજોડાયા હતા.
ભાજપ છોડો / મહારાષ્ટ્રમાં ભાજપને આંચકો, ભૂતપૂર્વ સાંસદ પક્ષ છોડીને કોંગ્રેસમાં જોડાયા
અમદાવાદ / દરેક આપદામાં ધાર્મિક સંસ્થાનો પ્રજાકીય જનકલ્યાણના કાર્યોમાં હંમેશા મદદરૂપ બન્યા છે : CM ભૂપેન્દ્રભાઇ પટેલ
કેવડીયા / 28 ઓક્ટોબરથી પાંચ દિવસ સ્ટેચ્યુ ઓફ યુનિટી મુલાકાતીઓ માટે આ કારણોથી કરાયું બંધ
