Not Set/ નેશનલ હેરાલ્ડ કેસ : સુબ્રમણ્યમ સ્વામીએ કોર્ટમાં રજુ કર્યો ITનો રિપોર્ટ, ૧૭મી માર્ચે થશે સુનાવણી

ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ શનિવારે કોંગ્રેસના શીર્ષ નેતાઓ સાથે જોડાયેલા નેશનલ હેરાલ્ડ કેસના દસ્તાવેજ ટ્રાયલ કોર્ટમાં ઇન્કમટેક્ષ વિભાગને સુપરત કર્યા છે. દસ્તાવેજ રજૂ કર્યા બાદ સ્વામીએ જણાવ્યું હતું કે, આ દસ્તાવેજોથી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પર નેશનલ હેરાલ્ડમાં થયેલા ઘોટાડો સાબિત થઇ શકે છે. શનિવારે સુબ્રમણ્યમ સ્વામીએ યંગ ઇન્ડિયા […]

India

ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ શનિવારે કોંગ્રેસના શીર્ષ નેતાઓ સાથે જોડાયેલા નેશનલ હેરાલ્ડ કેસના દસ્તાવેજ ટ્રાયલ કોર્ટમાં ઇન્કમટેક્ષ વિભાગને સુપરત કર્યા છે. દસ્તાવેજ રજૂ કર્યા બાદ સ્વામીએ જણાવ્યું હતું કે, આ દસ્તાવેજોથી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પર નેશનલ હેરાલ્ડમાં થયેલા ઘોટાડો સાબિત થઇ શકે છે.

શનિવારે સુબ્રમણ્યમ સ્વામીએ યંગ ઇન્ડિયા કંપનીની સામે આયકર વિભાગ દ્વારા આપવામાં આવેલી ઓર્ડરની કોપી ટ્રાયલ કોર્ટમાં રજુ કરી હતી. અંદાજે ૧૦૫ પાનાની આ ઓર્ડર કોપીમાં કથિત રીતે નેશનલ હેરાલ્ડ પર છેતરપિંડીના આરોપ લગાવ્યા છે. આ અંગે જણાવતા સ્વીમીએ જણાવ્યું હતું કે, ઈ ઓર્ડર દ્વારા સાબિત થશે કે ૨ હજાર કરોડ રૂપિયાની સંપત્તિ મેળવવામાટે આ કાવતરું કરવામાં આવ્યું હતું. આઉપરાંત તેઓએ નેશનલ હેરાલ્ડની ડીલને એક ઘોટાડો ગણાવ્યો હતો.

બીજી બાજુ જજ દ્વારા આ કેસની આગળની સુનાવણી ૧૭ માર્ચના રોજ કરવામાં માટે જણાવ્યું હતું, તેમજ આ સુનાવણી સુધી આ કેસના તમામ દસ્તાવેજને ગુપ્ત રાખવા માટે પણ આદેશ આપ્યો છે.