Kheda News/ ઠાસરાના ચિતલાવમાં મહી કેનાલ પરનો ઓવરબ્રિજ ધરાશાયી, તંત્રની બેદરકારી સામે ગ્રામજનોનો આક્ષેપ

Kheda Bridge Collapse: ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ચિતલાવ ગામે મહી કેનાલ પરનો ઓવરબ્રિજ ધરાશાયી થયો. ગ્રામજનોએ એક વર્ષ પહેલાં જ બ્રિજની જર્જરિત હાલત અંગે રજૂઆત કરી હોવા છતાં કાર્યવાહી ન થઈ હોવાનો આક્ષેપ કર્યો છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

Others Top Stories Gujarat
Kheda Bridge Collapse: ચિતલાવ બ્રિજ ધરાશાયી બાદ ગ્રામજનોમાં રોષ

Kheda News: ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ચિતલાવ ગામે મહી કેનાલ પર આવેલો ઓવરબ્રિજ અચાનક (Kheda Bridge Collapse) ધરાશાયી થતાં સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે. વહેલી સવારે કેનાલમાં પાણીનું સ્તર વધતાં આ ઘટના સર્જાઈ હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે.સદનસીબે બ્રિજ ધરાશાયી (Chitalav Mahi Canal Bridge) થયો ત્યારે ત્યાં મોટી સંખ્યામાં લોકો કે વાહનોની અવરજવર ન હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, ઘટનાએ બ્રિજની જાળવણી અને સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.

Kheda Bridge Collapse: એક વર્ષ પહેલાં રજૂઆત છતાં કાર્યવાહી ન થઈ હોવાનો દાવો

સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા મુજબ, બ્રિજની જર્જરિત અને જોખમી હાલત અંગે અંદાજે એક વર્ષ પહેલાં જ સંબંધિત તંત્રને લેખિતમાં જાણ કરવામાં આવી હતી. તેમ છતાં સમયસર સમારકામ કે જરૂરી સુરક્ષા પગલાં લેવામાં આવ્યા ન હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે જો આ બ્રિજ પર અવરજવર દરમિયાન (Thasra Bridge Collapse) દુર્ઘટના સર્જાઈ હોત તો મોટી જાનહાનિ થઈ શકતી હતી. હવે આ ઘટનાને લઈને મહી સિંચાઈ વિભાગની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે.

સ્થાનિક આગેવાનો ઘટનાસ્થળે પહોંચ્યા

બ્રિજ ધરાશાયી થયાની જાણ થતાં સ્થાનિક ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર અને જિલ્લા સભ્ય નાગપાલ ઠાકોર ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે સ્થળની પરિસ્થિતિની જાણકારી મેળવી હોવાનું સામે આવ્યું છે. હાલ બ્રિજ કેવી રીતે અને કયા કારણોસર ધરાશાયી થયો તે અંગે તપાસ (Bridge Maintenance Negligence) બાદ વધુ સ્પષ્ટતા થશે. ગ્રામજનો દ્વારા જવાબદાર વિભાગ સામે તપાસ કરીને જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો: સુરેન્દ્રનગરના ડોળીયા ઓવરબ્રિજ પર ફરી ગાબડું, વાહનચાલકોના જીવ જોખમમાં

આ પણ વાંચો: અમદાવાદના વાડજ ઓવરબ્રિજ પાસે વગર વરસાદે પડ્યો મસમોટો ભૂવો

આ પણ વાંચો: આણંદના અડાસમાં બની રહેલો રેલવે ઓવરબ્રિજ ધરાશાયી, બાંધકામની ગુણવત્તા પર ઉઠ્યા સવાલ