Ahmedabad News/ અમદાવાદના વાડજ ઓવરબ્રિજ પાસે વગર વરસાદે પડ્યો મસમોટો ભૂવો

Ahmedabad Vadaj Overbridge Sinkhole: અમદાવાદના વાડજ ચાર રસ્તા પાસે બની રહેલા ઓવરબ્રિજ નજીક વગર વરસાદે મોટો ભૂવો પડ્યો છે. ટ્રાફિક જામ થતાં AMC એ રસ્તો બંધ કરી ડાયવર્ઝન આપ્યું છે.

Gujarat Top Stories Ahmedabad
Ahmedabad Vadaj Overbridge Sinkhole

Ahmedabad Vadaj Overbridge Sinkhole: અમદાવાદ શહેરમાં ચોમાસાની હજુ શરૂઆત પણ નથી થઈ ત્યાં વગર વરસાદે સ્માર્ટ સિટીના રસ્તાઓ બેસી જવાની ગંભીર ઘટના સામે આવી છે. શહેરના અત્યંત વ્યસ્ત ગણાતા વાડજ વિસ્તારમાં નવા બની રહેલા ઓવરબ્રિજ (Vadaj Overbridge) ની બિલકુલ નજીક એક વિશાળ ભૂવો પડી જતાં વાહનચાલકોમાં ભારે અફરાતફરી મચી ગઈ છે. હજુ તો વરસાદના એંધાણ જ છે, ત્યાં જ રસ્તાની આવી બદતર હાલત જોઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના પ્રી-મોન્સૂન પ્લાનિંગ અને કામગીરીની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

Ahmedabad Vadaj Overbridge Sinkhole

Ahmedabad : ઓવરબ્રિજનું કામ ચાલુ હતું ને અચાનક રસ્તો બેસી ગયો

મળતી વિગતો અનુસાર, વાડજ ચાર રસ્તા પાસે હાલમાં ઓવરબ્રિજના નિર્માણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ બાંધકામ સાઇટની બિલકુલ નજીકથી પસાર થતો મુખ્ય માર્ગ અચાનક વગર વરસાદે ધડાકાભેર બેસી ગયો હતો અને ત્યાં મોટું ગાબડું પડી ગયું હતું. સદનસીબે જ્યારે આ ભૂવો પડ્યો ત્યારે તે જગ્યા પરથી કોઈ વાહન પસાર થઈ રહ્યું ન હતું, નહિતર કોઈ મોટી જાનહાનિ કે ગંભીર અકસ્માત સર્જાઈ શકત. રસ્તાની વચ્ચે મસમોટો ભૂવો પડતાં જ સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

Ahmedabad Vadaj Overbridge Sinkhole

AMC એ રસ્તો બંધ કરીને ડાયવર્ઝન આપવાની પડી ફરજ

ઘટનાની જાણ થતાં જ AMC ના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ભવિષ્યમાં કોઈ અકસ્માત ન સર્જાય તે માટે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે એ રસ્તાને બંને બાજુથી બેરિકેડ્સ મૂકીને વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે.

વાડજ એ અમદાવાદનો સૌથી વ્યસ્ત અને કનેક્ટિંગ એરિયા હોવાથી રસ્તો બંધ થતાં જ ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પરિણામે, ટ્રાફિકને સુચારુ રાખવા માટે તંત્રને તાત્કાલિક ધોરણે રૂટ ડાયવર્ઝન (Route Diversion) આપવાની ફરજ પડી છે.


આ પણ વાંચો: અમદાવાદમાં વસ્ત્રાલ વોર્ડમાં તંત્રની નબળી કામગીરી, ફરીથી ભુવો પડતાં પ્રજા રોષમાં

આ પણ વાંચો: અમદાવાદ : શાસ્ત્રીનગર રોડ પર પડયો મસ મોટો ભૂવો,વાહન ચાલકોની મુશ્કેલી વધી

આ પણ વાંચો: અમદાવાદ: જીવરાજ પાર્કમાં ફરી પડ્યો ભુવો, અત્યાર સુધીમાં 42 ભૂવાઓ પડ્યા