Ahmedabad News/ અમદાવાદમાં વસ્ત્રાલ વોર્ડમાં તંત્રની નબળી કામગીરી, ફરીથી ભુવો પડતાં પ્રજા રોષમાં

અમદાવાદમાં વસ્ત્રાલ વોર્ડમાં નબળી કામગીરીનો આરોપ મૂકવામાં આવ્યો છે. ભુવો પડતાં થોડા દિવસ અગાઉ તેનું સમારકામ કરવામાં આવ્યું હતું. ત્યારે આજે……..

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: અમદાવાદ શહેરમાં વસ્ત્રાલમાં પ્રિ-મોન્સૂન કામગીરી નબળી સાબિત થઈ છે. એટલું જ નહીં, મોટો ભુવો પડતા સમારકામ કરાયું હતું તેમ છતાં ફરીથી ભંગાણ સર્જાતા લોકો તંત્રથી ત્રસ્ત થયા છે. અમદાવાદમાં સામાન્ય વરસાદે જ તંત્રની પોલ ખોલી નાખી છે.

અમદાવાદમાં વસ્ત્રાલ વોર્ડમાં નબળી કામગીરીનો આરોપ મૂકવામાં આવ્યો છે. ભુવો પડતાં થોડા દિવસ અગાઉ તેનું સમારકામ કરવામાં આવ્યું હતું. ત્યારે આજે ફરીથી ભંગાણ સર્જાતા લોકો રોષે ભરાયા છે. માહિતી મુજબ ડ્રેનેજની કામગીરી ચાલી રહી હતી ત્યારે સમારકામની કામગીરી કરવામાં આવી તો ફરી ભંગાણ કેમ થયું? પીવાના પાણીની લાઇન પણ તૂટી જતા પાણીનો બગાડ થઈ રહ્યો છે.

ગુજરાત હાઈકોર્ટમાં મોટા મોટા બણગાં ફૂંકતું AMC અત્યારે એકદમ ચૂપ થઈ ગયું હોય તેમ જણાઈ રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરીથી લોકો પરેશાન થઈ ચુક્યા છે. દર વર્ષે મોટા મોટા ભુવાઓ પડે છે. છતાં વહીવટીતંત્રને કોઈ જ અસર થતી નથી. હલકી ગુણવતાવાળી વસ્તુના ઉપયોગનો પણ આરોપ પ્રજાએ મૂક્યો છે. ટેક્સ ભરવા છતાં સારી માળખાતગત સુવિધા ન મળતાં અમદાવાદીઓ રોષે ભરાયા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ખરાબ હવામાનના કારણે અમદાવાદ એરપોર્ટથી જતી આવતી 30 ફ્લાઈટ મોડી પડી

આ પણ વાંચો:ડાંગમાં અનરાધાર વરસાદ, અનેક રસ્તાઓ બંધ કરાયા

આ પણ વાંચો:લાખોની રોકડ બાદ હર્ષદ ભોજકના લોકરમાંથી રૂ.30 લાખનાં સોનાનાં બિસ્કીટ મળ્યા

આ પણ વાંચો:જામનગરમાં 3 માળની ઈમારત ધરાશાયી થતાં એકનું મોત