Dang News: હવામાન વિભાગે આજે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસવાની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં આવેલા ડાંગ જિલ્લામાં ત્રણ દિવસના વિરામ પછી વરસાદી માહોલ બરોબરનો જામ્યો છે. ડાંગ જિલ્લામાં સાંબેલાધાર વરસાદને પગલે જિલ્લાની અંબિકા, પૂર્ણા, ગીરા, ખાપરી નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી હતી.
જિલ્લાના 16 માર્ગ ઓવર ઓવરટોપિંગને કારણે બંધ થયા હતા. વહીવટી તંત્રએ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો છે. મળતા અહેવાલ પ્રમાણે ડાંગ જિલ્લાના ચીખલદા, સુસરદા, આંબાપાડા લો લેવલના બ્રિજ પર પાણી ફરી વળ્યા છે.
આ પણ વાંચો:રાજકોટમાં લોકદરબારનું આયોજન…’અહીં રાજકારણ ન કરવું’ કોણે આવું કહ્યું
આ પણ વાંચો:લાખોની રોકડ બાદ હર્ષદ ભોજકના લોકરમાંથી રૂ.30 લાખનાં સોનાનાં બિસ્કીટ મળ્યા
આ પણ વાંચો:વલસાડમાં અતિવર્ષા! ઓરંગા નદીનો બ્રિજ બંધ કરાયો, લાવરી નદી બે કાંઠે થઈ