Ahmedabad News: અમદાવાદમાં એમસી કચેરીમાં આસિસ્ટન્ટ TDO તરીકે ફરજ બજાવતો હર્ષદ ભોજક રૂપિયા 20 લાખની લાંચ લેતા એસીબીએ રંગે હાથે ઝડપ્યો હતો. તેને કામ પેટે રૂ. 50 લાખની માંગણી કરી હતી. તપાસમાં હર્ષદ ભોજકના ઘરેથી રૂપિયા 73 લાખ રોકડા મળી આવ્યા હતા, તેના લોકરમાંથી રૂ. 30 લાખના સોનાનાં બિસ્કીટ મળી આવ્યા છે. તેમજ40 લાખના સોનાના ઘરેણાં પણ કબજે કરાયા છે.
લાંચીયા અધિકારીઓ હવે પોપર્કોનની જેમ ફૂટી નીકળ્યા છે. પ્રજાની નજરમાં હવે કોઈ અધિકારી એવો નથી કે જેને લાંચ ન લીધી હોય… ઈમાનદાર અધિકારીઓ હવે જૂજ બચ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આસિસ્ટન્ટ ટીડીઓ(ટાઉન ડેવલોપમેન્ટ ઓફિસર) તરીકે ફરજ બજાવતા હર્ષદ ભોજકે વૈકલ્પિક વ્યવસ્થાના નામે અરજદાર પાસે 50 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જે પેટે અરજદારે આરોપીને 20 લાખ રૂપિયા આપ્યા હતા. બાતમીના આધારે એસીબીએ વર્ગ 2ના અધિકારી હર્ષદ ભોજક લાંચ લેતા ઝડપ્યો હતો અને તેની સાથે એન્જિનિયર આશિષ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ ACBની ટીમે હર્ષદ ભોજકના ઘરે તપાસ કરી હતી અને તેના ફલેટમાંથી વધુ રૂપિયા 73 લાખ રોકડા મળી આવ્યા હતા અને સોનાના બિસ્કીટ પણ મળી આવ્યા હતા.
ત્યારે આજે હર્ષદ ભોજકના સેન્ટ્રલ બેન્કના લોકરની તપાસ કરવામાં આવી હતી અને તેમાંથી રૂપિયા 30 લાખના સોનાના બિસ્કિટ મળી આવ્યા છે. તેની સાથે જ લોકરમાંથી ચાંદીના ચોરસા પણ મળ્યા અને તે સિવાય 40 રૂપિયાના ઘરેણા પણ મળ્યા છે. લોકરમાંથી કુલ 70 લાખના દાગીના અને સોનાના બિસ્કિટ મળ્યા છે. એસીબીએ લાંચ કેસમાં ધરપકડ કરેલા અધિકારી હર્ષદ ભોજક અને આશિષ પટેલને કોર્ટમાં રજૂ કર્યા હતા અને કોર્ટ દ્વારા બંને આરોપીના રિમાન્ડ 5 ઓગસ્ટ સુધી મંજૂર કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:રાજકોટમાં લોકદરબારનું આયોજન…’અહીં રાજકારણ ન કરવું’ કોણે આવું કહ્યું
આ પણ વાંચો:વાપીમાં 7 ઈંચથી વધુ વરસાદ પડતાં જનજીવન ઠપ્પ!
આ પણ વાંચો:વલસાડમાં અતિવર્ષા! ઓરંગા નદીનો બ્રિજ બંધ કરાયો, લાવરી નદી બે કાંઠે થઈ