Not Set/ ઈન્ડિયા ગેટ પર પ્રસ્થાપિત થશે નેતાજી સુભાષચંદ્ર બોઝની ભવ્ય પ્રતિમા

અમર જવાન જ્યોતિના વિવાદ વચ્ચે પીએમએ આ  જાહેરાત કરી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ જાહેરાત એવા સમયે કરી છે જ્યારે ઈન્ડિયા ગેટ પર અમર જવાન જ્યોતિને લઈને વિવાદ ચાલી રહ્યો

Top Stories India

ઈન્ડિયા ગેટ પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું છે જ્યારે આખો દેશ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યો છે, મને એ જણાવતા આનંદ થાય છે કે ગ્રેનાઈટથી બનેલી તેમની ભવ્ય પ્રતિમા ઈન્ડિયા ગેટ પર સ્થાપિત કરવામાં આવશે. આ તેમના પ્રત્યે ભારતના ઋણનું પ્રતિક હશે.

પીએમએ વધુમાં કહ્યું કે જ્યાં સુધી નેતાજી બોઝની ભવ્ય પ્રતિમા પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમની હોલોગ્રામ પ્રતિમા તે જ જગ્યાએ હાજર રહેશે. હું 23 જાન્યુઆરીએ નેતાજીની જન્મજયંતિએ હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કરીશ.

આ પણ વાંચો:રાહત / દિલ્હીમાં વીકેન્ડ કર્ફ્યુ હટાવવામાં આવશે,કેજરીવાલે LGને પ્રસ્તાવ મોકલ્યો

અમર જવાન જ્યોતિના વિવાદ વચ્ચે પીએમએ આ  જાહેરાત કરી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ જાહેરાત એવા સમયે કરી છે જ્યારે ઈન્ડિયા ગેટ પર અમર જવાન જ્યોતિને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ખરેખર, સરકારે અમર જવાન જ્યોતિને રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની જ્યોત સાથે વિલિન કરવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી દળો આ નિર્ણયને લઈને કેન્દ્ર સરકારનો વિરોધ કરી રહ્યા છે.

અમર જવાન જ્યોતિની સ્થાપના 1971ના ભારત-પાક યુદ્ધમાં શહીદ થયેલા ભારતીય સૈનિકોની યાદમાં કરવામાં આવી હતી. આ યુદ્ધમાં ભારતનો વિજય થયો અને બાંગ્લાદેશનું નિર્માણ થયું. તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ 26 જાન્યુઆરી 1972ના રોજ અમર જવાન જોટનું ઉદ્ઘાટન કર્યું હતું.

સરકારી સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે પ્રથમ વિશ્વયુદ્ધ અને એંગ્લો-અફઘાન યુદ્ધમાં બ્રિટિશ શાસન માટે લડનારા કેટલાક શહીદોના નામ ઈન્ડિયા ગેટ પર અંકિત છે અને આ રીતે તે આપણા સંસ્થાનવાદી ભૂતકાળનું પ્રતીક છે. બીજેપી પ્રવક્તા સંબિત પાત્રાએ ટ્વીટ કરીને કહ્યું કે, અમર જવાન જ્યોતિને લઈને અનેક પ્રકારની ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે. સાચી વાત એ છે કે અમર જવાન જ્યોતિની જ્યોત ઓલવાઈ રહી નથી. તેને નેશનલ સમર મેમોરિયલની જ્યોત સાથે મિશ્ર કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:Gujarat / ગુજરાતમાં રાત્રિ કર્ફ્યુનાં કારણે હોટલ-રેસ્ટોરન્ટમાં મંદીનું મોજું