Gandhinagar News/ ગુજરાતમાં સીએમ ભુપેન્દ્ર પટેલની નવી કેબિનેટની સરેરાશ વય 55 વયની

ગુજરાતમાં નવા વર્ષ નિમિત્તે સીએમ ભુપેન્દ્ર પટેલે રાજ્યને નવી કેબિનેટની ભેટ આપી છે. રાજ્યની નવી કેબિનેટમાં યુવા અને અનુભવી વચ્ચે સંતુલન રાખવામાં આવ્યું છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News: ગુજરાતમાં નવા વર્ષ નિમિત્તે સીએમ ભુપેન્દ્ર પટેલે રાજ્યને નવી કેબિનેટની ભેટ આપી છે. રાજ્યની નવી કેબિનેટમાં યુવા અને અનુભવી વચ્ચે સંતુલન રાખવામાં આવ્યું છે. ગુજરાતને મળેલા સૌથી ઉંમરલાયક મંત્રીમાં જોઈએ તો તે કનુભાઈ દેસાઈ છે, જેમની વય 74 વર્ષની છે, જ્યારે સૌથી નાની વયના પ્રધાન તરીકે જોઈએ તો રાજ્યમંત્રીનો હોદ્દો પામેલા રીવાબા જાડેજા છે. તેમની વય ફક્ત 35 વર્ષની છે. આમ કનુભાઈ દેસાઈની વય રાજ્યના સૌથી યુવાન મંત્રી કરતાં પણ બમણી છે.  આ ઉપરાંત ત્રણ મહિલા પ્રધાનોમાં પણ સૌથી ઓછી વય રીવાબાના જ છે. મનીષા વકીલની વય 50 વર્ષની અને દર્શના વાઘેલાની વય 52 વર્ષની છે.

ગુજરાતના બધા જ પ્રધાનોની વયનો સરવાળો કરતાં તે 1,440 વર્ષ આવે છે અને તેને મંત્રીઓની કુલ 26ની સંખ્યા વડે ભાગવામાં આવે તો મંત્રીમંડળની સરેરાશ વય 55 વર્ષની બેઠે છે, જે એક રાજ્યની કેબિનેટ ચલાવવા મહદઅંશે યોગ્ય કહી શકાય. સીએમ ભુપેન્દ્ર પટેલ પોતે 63 વર્ષના છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત ભાજપના પક્ષપ્રમુખ જગદીશ વિશ્વકર્માની વય 52ની છે. આમ કેબિનેટ પસંદ કરવામાં તે પક્ષ સાથે તાલમેળ મિલાવીને ચલાવી શકે તેવી ટીમ પસંદ કરવામાં આવી છે.

અર્જુન મોઢવાડિયા, ઋષિકેશ પટેલ, કનુભાઈ દેસાઈ, કુંવરજી બાવળિયા, પી.સી. બરંડા એમ કુલ પાંચ પ્રધાનોની વય જ સીએમ ભુપેન્દ્ર પટેલ કરતાં વધારે છે. અર્જુન મોઢવાડિયા 68, ઋષિકેશ પટેલ, 64, કનુભાઈ દેસાઈ 74, કુંવરજી બાવળિયા 70 અને પી.સી. બરંડા 66 વર્ષના છે. આ ઉપરાંત ત્રિકમ છાંગાની ઉંમર સીએમ જેટલી જ 63 વર્ષની છે. આમ કુલ 26માંથી પાંચ પ્રધાનની વય સીએમથી વધુ અને એક પ્રધાન સીએમની સમકક્ષ છે. જ્યારે બાકીના 19 પ્રધાનની વય સીએમ કરતાં નાની છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વય ફક્ત 40 વર્ષની છે.

બીજા શબ્દોમાં કહીએ તો અનુભવીઓ એટલે કે દાદા અને તેમનાથી મોટી વયનાવાળા પાસે કેબિનેટ મંત્રીનો દરજ્જો છે. તેમનાથી નાની વયના હોય તેવા ફક્ત હર્ષ સંઘવીને જ કેબિનેટ પ્રધાનનો દરજ્જો મળ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભાજપના દર આઠમાં ધારાસભ્યે એકને મળશે મંત્રીપદ, ભાજપનું માસ્ટર પ્લાનીંગ જાણો

આ પણ વાંચો:મુખ્યમંત્રીના નિવાસ સ્થાને બેઠકમાં મંત્રીઓના રાજીનામા સ્વીકારવામાં આવ્યા

આ પણ વાંચો:અડધા મંત્રીઓને વિદાય, નાયબ મુખ્યમંત્રીની રેસમાં સંઘવી અને હળપતિ