Junagadh News/ જૂનાગઢ:  ગોપાલ ઈટાલિયા પર જુતું ફેંકાયું

Gopal Italia પર એક યુવાને જુતું ફેંકવાની ઘટનાએ રાજકીય માહોલ ગરમાવી દીધો છે

Top Stories Gujarat Others
Gopal Italia

Junagadh News : જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના વિસ્તારમાં આયોજિત ખેડૂત સભા દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા (Gopal Italia)પર એક યુવાને જુતું ફેંકવાની ઘટનાએ રાજકીય માહોલ ગરમાવી દીધો છે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ હાજરી આપી હતી.

ગોપાલ ઈટાલિયા પોતાના વક્તવ્ય દરમિયાન હતા ત્યારે અચાનક ભીડમાંથી એક યુવાને જુતું ફેંક્યું હતું. જોકે, જુતું ગોપાલ ઈટાલિયા (Gopal Italia)સુધી પહોંચી શક્યું નહોતું. ઘટનાની સાથે જ કાર્યક્રમમાં હાજર કાર્યકરો અને પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી જુતું ફેંકનાર યુવાનને પકડી લીધો હતો.

આ ઘટના બાદ ગોપાલ ઈટાલિયા (Gopal Italia) એ ભાજપ પર તીવ્ર પ્રહારો કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે આવા કૃત્યો પાછળ રાજકીય ઈશારો હોય છે. ઈટાલિયાએ કહ્યું કે, “અમે શું ખોટું કર્યું છે કે અમારી દરેક સભામાં આવી ઘટનાઓ બને છે? ફોન આવે છે અને ત્યારબાદ આવી પ્રવૃત્તિ કરાવવામાં આવે છે.”

તેમણે ઉમેર્યું હતું કે, આ પ્રકારની ઘટનાઓથી તેઓ ડરવાના નથી અને ખેડૂતોના હક્ક માટેની લડત ચાલુ જ રહેશે. ઘટનાને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અગાઉ ગુજરાતના વિસાવદર ધારાસભ્ય અને આમ આદમી પાર્ટી (AAP)ના પ્રખ્યાત નેતા ગોપાલ ઈટાલિયા (Gopal Italia)પર આજે જામનગરમાં એક સભા દરમિયાન જૂતું ફેંકાયું હતું. આ ઘટના ત્યારે બની જ્યારે ઈટાલિયા શહેરમાં યોજાતી એક રાજકીય સભામાં તેઓ ભ્રષ્ટાચાર અને સરકારી નીતિઓ પર આકરા પ્રહારો કરી રહ્યા હતા. સભા દરમિયાન અચાનક હંગામો મચ્યો, જેમાં એક વ્યક્તિએ તેમની તરફ જૂતું ફેંકી દીધું.

સ્થાનિક સૂત્રો અનુસાર, જૂતું ફેંકનાર વ્યક્તિ રાજકીય વિરોધી પક્ષના કાર્યકર્તા તરીકે ઓળખાય છે. આ ઘટના બનતાં જ AAPના કાર્યકર્તાઓએ તાત્કાલિક પ્રતિક્રિયા આપી અને જૂતું ફેંકનાર વ્યક્તિ તથા તેના સાથીઓ પર હુમલો કરી દીધો. કાર્યકર્તાઓએ તેમને ખેંચીને ધોલાઈ કરી, જેના કારણે સ્થળ પર તણાવનું વાતાવરણ રચાયું. આખરે પોલીસ પહોંચી આવી અને જૂતું ફેંકનારને અટકાયતમાં લઈ લીધો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: AAP ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ CMને લખ્યો પત્ર, કરી આ ખાસ માગ 

આ પણ વાંચો: ગોપાલ ઈટાલિયાએ ખેડૂતોને આપેલા રાહત પેકેજની કરી ખુલ્લેઆમ ટીકા